કોવિડ સ્વસ્થ થયાં બાદ ગળી રહ્યા છે હાડકા

મુંબઈમાં એવેસ્કૂલર નેક્રોસિસના ત્રણ 3 કેસ નોંધાતા તબીબોમાં પણ ફફડાટ

દેશમાં કોરોના વાયરસની તબાહી વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઈકોસિસ પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. આ સ્થિતિ દરમ્યાન કોરોના મહામારીનો કેર ઘટી રહ્યો નથી ત્યાં એક નવું સંકટ સર્જાયું છે. કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા પછી દર્દીમાં એવેસ્કૂલર નેક્રોસિસ એટલે કે બોન ડેથના કેટલાક કેસ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એવેસ્કૂલર નેક્રોસિસના ત્રણ કેસ સામે આવતા ડૉકટરો સહિત લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

બીજી બાજુ નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી દિવસોમાં એવેસ્કૂલર નેક્રોસિસના કેસમાં વધારો થઈ શકે છે. બ્લેક ફંગસ અને એવેસ્કૂલર નેક્રોસિસનું મુખ્ય કારણ સ્ટેરોઈડ્સને બતાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કોરોના દર્દીને સ્વસ્થ કરવા માટે સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં 40 વર્ષથી ઓછી વયના 3 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી કોરોના સંક્રમણથી સાજા થયા બાદ આ દર્દી એવેસ્કૂલર નેક્રોસિસથી પીડિત થયા છે. આ અંગે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.સંજય અગ્રવાલે કહ્યું કે આમને ફીમન બોન એટેલે કે, જાંઘના હાડકામાં દુખાવો થયો છે ત્રણેય દર્દી તબીબ હતા એટલા માટે તેમના લક્ષણોને ઓળખવામાં સરળતા રહી અને તેઓ તાત્કાલીક સારવાર માટે આવ્યા.

અગ્રવાલના રિસર્ચ પેપર ‘એવેસ્કૂલર નેક્રોસિસ અ પાર્ટ ઓફ લોન્ગ કોવિડ 19’ મેડિકલ જર્નલ બીએમજે કેસ સ્ટડીજ માં પ્રકાશિત થયું છે. જેમાં તેમણે કહ્યું કે કોરોનાના કેસમાં જીવન રક્ષક કોર્ટિકોસ્ટેરોઈડ્સનો મોટા પાયે ઉપયોગ થવાને કારણે એવીએન મામલા વધ્યા છે.

સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યુ કે જે દર્દી લાંબા સમયથી કોવિડ પીડિત રહ્યા છે અને તેમને સ્ટેરોઈડની જરુર છે. આ ચિંતાનો વિષય છે. રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે કહ્યું કે આ એવેસ્કૂલર નેક્રોસિસના મામલા પર તેમની નજર છે.

 78 ,  1