અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને લીધો કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ

યુએસ પ્રમુખે લોકોને રસી લેવા કરી અપીલ

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 23 કરોડથી વધુ લોકો આ રોગચાળાથી પ્રભાવિત થયા છે. ત્યારે  મોટાભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં યુએસ પ્રમુખ જો બાયડને સોમવારે COVID-19 રસીનો બૂસ્ટર શોટ આપવામાં આવ્યો છે.

વ્હાઇટ હાઉસે માહિતી આપતા કહ્યું કે યુએસ પ્રમુખ જો બાયડને વ્હાઇટ હાઉસમાં તેમની COVID-19 રસી બૂસ્ટર શોટ લીધો છે. ફેડરલ હેલ્થ ઓફિસરોએ બૂસ્ટર ડોઝની મંજૂરી આપ્યા બાદ બિડેનને ફાઇઝર રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.

બૂસ્ટર શોટ લેતા પહેલા, બાયડને કહ્યું: ‘અમે જાણીએ છીએ કે આ રોગચાળાને હરાવવા અને જીવન બચાવવા, અમારા બાળકોને સુરક્ષિત રાખવા, અમારી શાળાઓ ખુલ્લી રાખવા, આપણી અર્થવ્યવસ્થા ચાલુ રાખવા માટે આપણે રસી લેવી જરૂરી છે.’

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી