રસીના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ અપાશે બુસ્ટર ડોઝ

બાળકોને રસી અને બૂસ્ટર ડોઝ આપવાનો એક્શન પ્લાન તૈયાર

રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે ખાસ કરીને શાળાના બાળકોમાં કોરોના સંક્રમણ વધુ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે બાળકોને પણ રસી આપવાની શરૂઆત થનાર છે, આજે આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે 3 તારીખથી બાળકોને રસી આપવાનું કામ શરૂ થશે તેવું જણાવ્યું છે. રાજ્યમાં 34 લાખ કરતા વધુ કિશોરો હોવાનો એક પ્રાથમિક અંદાજ છે.

આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા થઈ છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ વાતચીત કરાઈ છે. હાલમા સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો છે. તમામ બાળકોની સાથે સાથે સીનિયર સીટિઝનને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. રસીના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકાર આ બૂસ્ટર ડોઝ તમામને ફ્રીમાં આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ
મહત્વનું છે કે રાજ્યમાં 60 વર્ષની ઉંપરના તમામ નાગરિકોને કોર્મોબિટ ડોઝ આપવામાં આવનાર છે ત્યારે 10મી જાન્યુઆરી બાદ બુસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે,જેમાં બીજો ડોઝ લીધાના 39 અઠવાડિયા બાદ એટલે 9 મહિના પૂર્ણ થયા હશે તો જ બુસ્ટર ડોઝ મળશે. જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર નાગરિકોને સરકાર તરફથી નિશુલ્ક બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

ભારતમાં બુસ્ટર ડોઝ કોને અપાશે?
ભારતમાં હાલ પ્રિકોશનરી ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. જેમ પહેલા બે ડોઝ લાગ્યા છે એ જ રીતે આ ડોઝ પણ આપવામાં આવશે. એની કોઈ અલગ રીત નથી.

તેમણે ઉમેર્યું હતું કે,હેલ્થ, ફ્રન્ટ લાઈન વોરિયર્સને 39 સપ્તાહ બાદ પ્રિકોશનરી ડોઝ અપાશે. 60 વર્ષથી વધુના કોમોરબીડ દર્દીઓને જ પ્રિકોશનરી ડોઝ અપાશે. જ્યારે બાળકો માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થશે. બાળકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે. જેમાં રાજ્યના 34 લાખથી વધુ બાળકોને આવરી લેવાશે. તંત્ર બાળકોને વેક્સિન આપવા શાળાઓમાં જઈને કેમ્પ કરશે. જુદા જુદા જિલ્લાઓમાં કેમ્પ કરાશે. જેના માટે જિલ્લાના અધિકારીઓ પ્લાનિંગ કરશે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી