બુટલેગરોનો નવો પેતરો – ફ્રુટીના બોક્ષની અંદર દારૂની હેરફેર કરનાર ઝડપાયો

કાગડાપીઠ પોલીસે દરોડા પાડી દારૂની 504 બોટલો કરી કબ્જે

અમદાવાદમાં દારૂની હેરાફેરી વધી ગઇ છે. રોજ બરોજ લાખોનો દારૂ ઝડપાઇ રહ્યો છે. ત્યારે ફ્રુટી મેન્ગો ડ્રીક લખેલા પુઠાના બોક્ષમાં ફ્રુટીની આડમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂની હેરફેર કરનાર લોડીંગ રીક્ષાના ચાલકને પોલીસે ઝડપી દારૂની 504 બોટલો અને લોડીંગરીક્ષા સહીત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, એક ક્રિમ કલરની બંધ બોડીની અતુલ કંપનીની લોડીંગ રીક્ષામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લાવી ગીતા મંદિર લાટી બજાર વિભાગ 1 ની અંદર આવેલ બંધ ગેઈટ પાસે ઉભી રાખી કેટલાક શખ્સો લોડીંગરીક્ષામાંથી દારૂનો જથ્થો સગેવગે કરવાના ફીરાકમાં છે. જેના આધારે કાગડાપીઠ પોલીસના સ્ટાફે તે જગ્યાએ દરોડો પાડીને કિશન કનોજીયા નામના યુવકની ઝડપી લીધો હતો.

બાદમાં ફ્રુટી મેંન્ગો ડ્રીન્ક લખેલા બોક્ષની અંદર તપાસ કરતા 21 બોક્ષની અંદરથી વિદેશીદારૂની 504 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આ દારૂનો જથ્થો અને રીક્ષા મળી રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બીજી બાજુ કિશન કનોજીયાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

 90 ,  1