બ્રિટનના PM બોરિસ જૉનસન એપ્રિલના અંતમાં ભારતના પ્રવાસે આવશે..!!

કોરોના વાયરસના કહેર વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવશે. આ અગાઉ ભારતમાં 72માં ગણતંત્ર દિવસ પર બોરીસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ બ્રિટનમાં વધતા કેસોને લઇ તેઓએ પોતાની યાત્રા રદ કરી હતી. અહેવાલ પ્રમાણે બોરિસ જોનસન આવતા મહિનાના અંતમાં ભારત આવશે. યુરોપિયન સંઘથી બ્રિટન બહાર નીકળ્યા બાદ બોરીસ જોનસનનો પહેલો મોટો આંતરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ અંગે જાણકારી તેમના કાર્યાલયે આપી હતી.

જણાવી દઈએ કે ગણતંત્રના દિવસે ભારતને શુભેચ્છા પાઠવતા જોનસને કહ્યું હતું કે, ‘આ વર્ષે ભારત આવવા માટે ઉત્સાહિત છું, જેથી આપણી મિત્રતાને મજબૂત કરી શકીએ, સબંધને આગળ વધારી શકાય, જેનો સંકલ્પ પીએમ મોદી અને મે કર્યો છે.’

તેમણે કહ્યું હતું કે, [‘માર મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિનમ્ર આગ્રહ પર આ ખાસ અવસર પર સાક્ષી બનવા માટે ઉત્સાહિત હતો, પરંતુ કોવિડ-19ને કારણે ઉભી થયેલી સમસ્યાના કારણે મારે લંડનમાં જ રોકાવું પડ્યું.’

 39 ,  1