જો કે, દારૂ લાવનાર પલાયન થઇ ગયો, પોલીસે તપાસ શરૂ કરી
કૃષ્ણનગરના સરદાર ચોક પાસે ઉત્તરાયણના દિવસે એક અકસ્માત થતા લોકોએ અકસ્માત કરનારને ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસ આવી ત્યારે ચાલક પલાયન થઇ ગયો હતો. આ સમયે પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી 20 બોટલ ઇંગ્લિશ દારૂ મળ્યો હતો. જેથી આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કીર છે. નોંધનીય છે કે, શહેરની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે આર પટેલે હત્યા કેસમાં ભીનું સંકેલતા તેમની બદલી કરી દેવાઈ હતી. ત્યારે પ્રોહિબિશન કેસમાં પણ આરોપી જે રીતે પલાયન થઇ ગયો તે જોતા ફરી એક વાર કૃષ્ણનગર પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી છે.
શહેર પોલીસ કન્ટ્રોલરૂમને ઉત્તરાયણના દિવસે સવારે એક મેસેજ મળ્યો હતો. કૃષ્ણનગરમાં આવેલા સરદાર ચોક પાસે ઉત્તરાયણના દિવસે સવારે એક અકસ્માત થયો હતો. જેને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ત્યાં જઈને જોયું તો એક એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી. બાઇક પર જતા જે લોકોને અકસ્માત સર્જ્યો તે લોકોની પણ પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં પોલીસે આ મામલે તપાસ કરી તો એક્ટિવામાંથી 20 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આ કેસમાં આરોપી ફરાર હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.
જોકે ઘટના સ્થળે હાજર લોકોનો આક્ષેપ છે કે જેવો અકસ્માત થયો તરત જ લોકો ભેગા થઈ ગયા હતા. જે એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો તેને પકડી માર પણ માર્યો હતો અને તે વ્યક્તિના વાહનમાં 40 જેટલી દારૂની બોટલ હતી. પણ હવે પોલીસ આરોપીને ફરાર બતાવ્યો છે અને બીજી તરફ દારૂની બોટલ સ્થાનિકોના જણાવ્યા મુજબ 40 હતી પણ પોલીસે 20 બોટલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેથીઆ મામલે પણ વિવાદ સર્જાય તેવી શક્યતા છે.
22 , 1