‘કેસરી’ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધમાલ, કમાણીનાં નવાં રેકોર્ડ

અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ ‘કેસરી’ ધુમ મચાવી રહી છે. દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. ધુળેટીનાં દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે પાંચ દિવસમાં કમાણીનાં નવાં રેકોર્ડ બનાવ્યા. ઇન્ડિયન બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પાંચ દિવસમાં 86.32 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પ્રમાણે જો ફિલ્મ કમાણી બોક્સ ઓફિસ પર બિઝનેસ કરશે તો ફિલ્મ ટૂક સમયમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.

ફિલ્મની કહાનીની વાત કરીએ તો, વર્ષ 1897માં 12 સ્પટેમ્બરનાં રોજ લડવામાં આવેલાં સારાગાઢી યુદ્ધ પર આ ફિલ્મ બનેલી છે. આ લડાઇ બ્રિટિશ સેનાની 36મી રેજિમેન્ટ અને અફઘાન કબિલાવાળા વચ્ચે લડવામાં આવી હતી. પોતાની સમજદારીથી અફઘાનીઓને તેમનાં ઇરાદા પાર પાડવા નહોતા દીધો.

આ યુદ્ધમાં કૂલ 600 અફઘાનીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને 4800 અફઘાનીઓ ઘાયલ થયા હતાં. જો કે યુદ્ધમાં તમામ 21 શીખ જવાનો પણ શહીદ થયા હતા.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી