September 26, 2022
September 26, 2022

વડોદરા: પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ મહિલાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડ

વડોદરા શહેરના સમા રોડ પર આવેલા મહેશ કોમ્પલેક્ષમાં ધોળે દિવસે છરીના 30 ઘા મારીને થયેલી પરીણિત મહિલાની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. મહેશ કોમ્પલેક્ષમાં રહેતા અપરણિત પ્રેમીએ પ્રેમ પ્રકરણમાં જ પરિણિત પ્રેમિકાની હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. પોલીસે પ્રેમી સોમનાથ કૈલાશભાઇ પાટીલ(મરાઠા)(23)ની ધરપકડ કરી છે.

વડોદરા શહેરના સમા રોડ પર આવેલા 106, મહેશ કોમ્પલેક્ષમાં પરેશભાઇ અમૃતભાઇ દરજી તેમના પત્ની દિપાબેન(30), સાત વર્ષનો પુત્ર પ્રિન્સ અને માતા-પિતા સાથે રહેતા હતાં. પરેશભાઇ અને તેમના પિતા અમૃતભાઇ સમા વિસ્તારમાં ભૂમિપૂજન નામની લેડિઝ ટ્રેલરની દુકાન ચલાવે છે.

મહેશ કોમ્પલેક્ષના બીજા માળે રહેતા સોમનાથ નામના યુવાન સાથે દિપાને છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને અવાર-નવાર દિપાના ઘરમાં મળતા હતા. જોકે કેટલાક દિવસથી કોમ્પલેક્ષના જ એક યુવક સાથે દિપાને પ્રેમ સંબંધ બંધાતા દિપા અને સોમનાથ વચ્ચે ખટરાગ થયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. આ અંગે જાણ થતાં આજુબાજુના લોકોના ટોળા પણ એકઠાં થયા હતા. મુળ મોડાસાની દિપાનાં લગ્ન આઠ વર્ષ પેહલા વડોદરામાં પરેશ દરજી સાથે થયા હતા. દામ્પત્ય જીવનમાં એક સંતાન બાદ સસરા અને સાસુ સાથે રેહતો દરજી પરિવાર અચાનક આ હત્યાથી આઘાતમાં સરી પડયો છે.

જાણવા મળ્યું છે કે, આજે બુધવારે પતિ પરેશ દરજી અને સસરા દરજી કામ અર્થે પોતાની નજીકમાં દુકાને ગયા હતા. અને સાસુ આજ કોમ્પલેક્ષમાં રેહતા જેઠનાં ત્યાં ઉપરનાં માળે ફલેટમાં ગયા હતા. અને સાત વર્ષીય પુત્ર શાળાએ ગયો હતો. પરત ફર્યા બાદ ઘરનો દરવાજો ખોલવા જતા દરવાજો અંદરથી બંઘ હોવાથી સાસુએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ન ખુલતા તેઓએ જેઠને બોલાવ્યા હતા અને બારીનો કાચ તોડી અંદર નિહાળતા સૌ કોઇ ચોંકી ઉઠયા હતા.

પ્રાથમિક તપાસમાં દિપાનાં શરીર પર 25થી વઘુ તિક્ષણ હથિયારનાં ઘા જોવા મળ્યા હતા. અને દિપાની હત્યા થઇ હોવાનું જણાઇ આવ્યું હતુ. પોલીસે એફ.એસ.એસની પણ મદદ લીઘી છે. ત્યારે આ હત્યા પ્રેમપ્રકરણમાં થઇ હોવાનું પોલીસને જાણકારી મળી છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી