અમદાવાદ : રાજ્યભરના બ્રાહ્મણોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી

દેશભરમાં રક્ષાબંધન એટલે કે નાળિયેરી પૂનમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પર્વ નિમિત્તે રાજ્યમાં બ્રાહ્મણ બંધુઓએ મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી છે. અમદાવાદના નારણપુરામાં આવેલા ડી.કે. પટેલ હોલ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા તથા અમદાવાદના વિવિધ બ્રાહ્મણોની સંસ્થાઓ દ્વારા બ્રાહ્મણોને પારંપરિક યજ્ઞોપવિત જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ ભાગ લીધો હતો.

આ સિવાય રાજ્યના વિવિધ વિસ્તારોમાં બ્રાહ્મણોએ શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.

યજ્ઞોપવિતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આહવાન કરી, યજ્ઞોપવિત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરી જુની યજ્ઞોપવિતને જળમાં પધરાવી હતી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી