બ્રાઝિલે કોવેક્સિન ડીલનો 32 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ

ભારત બાયોટેક પાસેથી કુલ 2 કરોડ વેક્સિન ડોઝ ખરીદવાના હતા

બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કરવામાં આવેલા કોવેક્સિનના ડીલને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ મંગળવારે આ અંગેની ઘોષણા કરી હતી. એટલું જ નહીં બ્રાઝિલમાં સોદાને લઈને અનેક સવાલો સર્જાયા હતા જેને પગલે 32 કરોડ ડોલરના આ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મુદ્દો બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તો બ્રાઝિલ સરકારે આ ડીલ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ડીલ પ્રમાણે બ્રાઝિલે ભારત બાયોટેક પાસેથી કુલ 2 કરોડ વેક્સિન ડોઝ ખરીદવાના હતા.

વ્હીસલબ્લોઅર દ્વારા સતત બ્રાઝિલ સરકારને ઘેરવામાં આવી હતી. સરકાર દ્વારા અનેક સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી હતી પરંતુ તેનાથી કોઈ જ ફરક નહોતો નોંધાયો.

જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી કોવેક્સિન માટે કરવામાં આવેલી સોદો રદ્દ જ રહેશે. જોકે, બીજી બાજુ બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વારંવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ડીલમાં કોઈ પણ પ્રકારની ગેરરિતી નથી કરવામાં આવી.

 64 ,  1