તેજી પર ફરી બ્રેક : 250 પોઇન્ટનો ઘટાડો નોંધાયો

શરૂઆતમાં તેજી બજારમાં ઘટોડો નોંધાયો હતો. સેન્સેક્સ 48 હજારને પાર પહોંચ્યા બાદ 250 અંક તૂટ્યો હતો. સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 47,617.27ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી 29 પોઇન્ટ ઘટીને 13,988.90ની નીચી સપાટી પર રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ઘટાડો રહ્યો હતો. બેંક નિફ્ટી અને રિલાયન્સ શેરમાં પણ ઘટોડો નોંધાયો હતો.

સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણીને 40 કરોડનો દંડ ફટકાર્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમના શેર ટ્રેડિંગ મામલે રિલાયન્સને 25 કરોડ અને મુકેશ અંબાણીને 15 કરોડનો દંડ કરાયો છે. રિલાયન્સ પેટ્રોલિયમ અલગ કંપની હતી ત્યારે તેના શેર વેચવાની જાહેરાત કરી હતી. પરિણામે ભાવ ઘટ્યા હતા. પછી રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદીને વેચવામાં અાવ્યા હતા. તેને સેબીએ ખોટું ઠરાવ્યું હતું.

શેબીની આ કાર્યવાહી બાદ બજારમાં અસર જોવા મળી રહી છે.

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર