ટેલિવિઝનની સુપરહોટ જોડી થઈ અલગ

કુમકુમ ભાગ્યથી કરોડો લોકોના દિલ જીતનાર શ્રિતી વિશે આવેલા સમાચાર  શ્રિતીના ચાહકો માટે નિરાશાજનક છે, જી હા, શ્રિતીનું  તેના બોયફ્રેન્ડ કુણાલ કરણ કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. રિપોર્ટ પ્રમાણે શ્રિતી અને કુણાલ બંનેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. તેમના માટે આ નિર્ણય સરળ નથી પણ મામલાની ગંભીરતા જોઈને તેમને આ નિર્ણય યોગ્ય લાગે છે. રિપોર્ટ પ્રમાણે શ્રિતી અને કરણ બંનેએ બ્રેકઅપ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

શ્રિતી અને કુણાલ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા પણ અચાનક તેમની વચ્ચે અંતર આવી ગયું છે. ગયા વર્ષે શ્રિતીએ કુણાલના જન્મદિવસ પર ઇમોશનલ પોસ્ટ લખી હતી અને એ વાંચીને બધાને લાગતું હતું કે આ જોડી લગ્નના મંડપ સુધી પહોંચશે.

ટીવી દુનિયાની જાણીતી એક્ટ્રેસ શ્રિતી ઝાએ એકતા કપૂરના લોકપ્રિય શો કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાનો રોલ ભજવી રહી છે. આ શો ક્યારેય ટીઆરપી લિસ્ટમાંથી બહાર થયો નથી. શબ્બીર અહલુવાલિયા અને શ્રિતીની કેમિસ્ટ્રી બધાને પસંદ પડી રહી છે.

 13 ,  1