September 23, 2021
September 23, 2021

Breaking : ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખો જાહેર, 3 ઓક્ટોબરે મતદાન

 આજથી જ ગાંધીનગરમાં આચારસંહિતા લાગુ

ગાંધીનગર મનપામાં 3 ઓક્ટોબરે મતદાન યોજાશે જ્યારે 5 ઓક્ટોબરે મત ગણતરી થશે..ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે. સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે રાજ્યમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોરોનાની બીજી લહેરને લીધે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ છે. 3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે. 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે. 

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગાંઘીનગર મનપા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. દરમિયાન કોરોનાના કારણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.  5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે. 

આ અંગે ગુજરાતના ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, આગામી 13 સપ્ટેમ્બરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે 18 સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ રહેશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સિવાય અમદાવાદ મહાનગર પાલિકાની 3 બેઠકો, 7 જિલ્લા પંચાયતો અને 20 તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના આધારે મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

અત્રે નોંધનીય છે કે, અગાઉ ગાંધીનગર ચૂંટણીને લઈ CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી હતી અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે અને ત્યારબાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી.

 23 ,  1