September 21, 2020
September 21, 2020

બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો, સીઆર પાટીલને ગણાવ્યા કૉંગ્રેસના નવા પ્રમુખ ! Video વાયરલ

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાએ CR પાટીલને કહ્યા કોંગ્રેસના નવા પ્રમુખ..

કોંગ્રસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો હતો. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા. મેરજા કહ્યું હતું કે કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે.

મેરજાએ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. જોકે, કૉંગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. 

તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે ‘ભાજપના નેજા હેઠળ કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’ આ ઉપરાંત મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આમ કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને કૉંગ્રેસ એવી ગોખાયેલી છે કે બોલવામાં થોડી સમસ્યા સર્જાય છે.

જણાવી દઇએ, આ પહેલા કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા અક્ષર પટેલ અને જેવી કાકડિયાના નિવેદનથી પ્રદેશ ભાજપના નેતાઓ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલને અમિત ચાવડાને મહાનસપૂત ગણાવ્યા હતા. તો બીજી બાજુ ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયાના દીલ દીમાગ પર હજુ પણ કોંગ્રેસ છવાયેલું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કાકડિયાએ પોતાના નિવેદનમાં જ ભાંગરો વાટ્યો હતો અને જણાવ્યું હતું કે, હું ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યો છું. કાકડિયાએ કરેલી ભૂલને મંચ પર બેસેલા ભાજપના નેતાઓ સાંભળી સ્તબ્ધ થઈ ગયા હતા, અને સ્ટેજ પર જ તેમની ભૂલ સુધરાવી હતી.

 89 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર