બ્રિટને ભારતની કોવિશિલ્ડને મંજૂરી ન આપી, વિદેશ સચિવે કહ્યું, નિર્ણય ભેદભાવ ભર્યો

જવાબી કાર્યવાહી કરવામાં આવશે – વિદેશ સચિવ 

બ્રિટને ભારતની કોવિશિલ્ડને મંજૂરી ન આપતા ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું હોવાનું ભારત સરકારનું કહેવું છે.  જો તેનું કોઈ સમાધાન નિકળશે નહીં તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ સચિવે કહ્યું, નિર્ણય ભેદભાવ ભર્યો છે, જો તેનું કોઈ સમાધાન નિકળશે નહીં તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. 

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આજે કહ્યુ કે, યૂકે સરકારનો કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો નિર્ણય ‘ભેદભાવપૂર્ણ’ છે. તેમણે તે પણ કહ્યું કે, “પારસ્પરિક ઉપાય કરવાનો અધિકાર” ની અંદર આવે છે. તેમણે આગળ કહ્યું- કોવિશીલ્ડની બિન-માન્યતા એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યૂકેની યાત્રા કરનાર આપણા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ બ્રિટનના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આશ્વાસન આપવામાં આવ્યું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે બ્રિટને પોતાના કોવિડ-19 અવરજવરના નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ આ સાથે એક નવા વિવાદને જન્મ આપી દીધો છે. બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારતની સાથે ભેદભાવ કરી રહ્યું છે. બ્રિટન સરકાર પર હવે ભારતથી આવનારા યાત્રીકો માટે નક્કી નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે બ્રિટનના નવા નિયમો હેઠળ કોવિશીલ્ડ વેક્સિન લેનારાનું રસીકરણ થયેલું માનવામાં આવશે નહીં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધેલા લોકોને માન્યતા આપવામાં આવી છે. 

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી