બ્રિટનના PM બોરિસ જ્હોન્સને ભારત પ્રવાસ કર્યો રદ્દ, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા

બ્રિટનના PM બોરિસ જ્હોન્સને ભારત પ્રવાસ કર્યો રદ્દ કર્યો છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 26 મી જાન્યુઆરીએ મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા.

કોરોના વાયરસના સંકટને પગલે બ્રિટનના PM બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે જેને પગલે વડાપ્રધાન બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી છે. બોરિસ જોનસન 26મી જાન્યુઆરીએ ભારતના અતિથિ બનવાના હતા.

UKમાં અત્યાર સુધીમાં 27 લાખ 13 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 75 હજાર 431 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં UKમાં 58 હજાર 784 કેસ નોંધાયા હતા અને 407 લોકોના મોત થયા હતા.

 78 ,  1