બ્રિટનનો વાયરસ અમદાવાદ પહોંચ્યો, ચાર દર્દીઓ SVPમાં દાખલ

કોરોનાના નવા સ્ટ્રેનની અમદાવાદમાં એન્ટ્રી

હવે અમદાવાદમાં પણ બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ છે. લંડનથી અમદાવાદ આવેલા અને કોરોના પોઝિટિવ દર્દીઓમાં લંડન સ્ટ્રેન જોવા મળ્યો છે. હાલ આ ચારેવ દર્દીઓને શહેરની એસવીપી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, 23મી તારીખે 175 મુસાફરો લંડનથી અમદાવાદ આવ્યાં હતા.

અન્ય 6 દર્દીઓનાં આ ટેસ્ટ પુણે લોબોરેટરીથી આવવાનાં બાકી છે. તે બાદ જ પિસ્થિતિ વધારે સ્પષ્ટ બનશે કે તેઓ પણ પોઝિટિવ છે કે નહીં.

 151 ,  1