ભાઇ અર્નબ, તારે તો ચૂંટણી લડવી જોઇએ, લોકપ્રિય છો એ તો ખબર જ નહીં…અલેલેલે..!!

આ માણસ આટલો બધો લોકપ્રિય હશે એની તો કદાજ મુંબઇ પોલીસને પણ ખબર નહીં હોય…!!

તેમની ચિલ્લાહટ સાંભળીને તો લંકેશબંધુ કુંભકર્ણ પણ જાગી જાય એક જ ચીસમાં….!!

સરકાર કો શરમ આની ચાહિયે….દો સાલ પુરાને કેસ મેં કોઇ ગિરફતારી હોતી હૈ ક્યાં….,!

તમારે તો પૂછવાનું ચાલુ જ રાખવાનું- તું હૈ કૌન…? .જાગીરદાર હૈ ક્યા..? .હૈ કૌન તું….?

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

અર્નબ ગોસ્વામી આ માણસને પોતાના વિષે, પાતાની લોકપ્રિયતા અંગે અને તેમની પાછળ કેટલા મોટા મોટા લોકો ઉભા છે એની કદાજ ખબર નહીં હોય. પણ કહેવાય છે ને કે મુશીબત મેં હી માલુમ પડતા હૈ કી કૌન અપના ઔર કૌન પરાયા…એમ આર.ભારત નામની એક ટીવી ચેનલના માલિક અર્નબને મુંબઇ પોલીસે બે વર્ષ જુના એક કેસમાં તેમની ધરપકડ કરી અને તેમની ટીવી ચેનલે હલ્લાગુલ્લા શોર મચાયા ત્યારે અને તેમની ધરપકડને વખોડી કાઢવામાં જે જુવાળ તેમની ટીવી ચેનલ પર જોવા મળ્યો તે જોઇને ઘણાંને એમ લાગ્યું કે આ માણસ આટલો બધો લોકપ્રિય હશે એની તો કદાજ મુંબઇ પોલીસને પણ ખબર નહીં હોય…!!

ભારતમાં અને દુનિયામાં કેટલીય ટીવી ન્યૂઝ ચેનલો ચાલે છે પણ ગોસ્વામી( યાદ આવ્યું-તેમના સ્વામી વળી કોણ હશે …)ની ટીવી ચેનલમાં તેઓ પોતે જે ઉંચા અવાજે (બુમબરાડા પાડેછે એમ તો નહીં કહીએ કેમ કે હવે તો તેમના પણ ચાહકો ઘણાં થઇ ગયા છે) ગાજી ગાજીને ગાઇ વગાડીને સીએમને પૂછે છે- તું હૈ કૌન….મુંબઇ કા જાગીરદાર હો ક્યા….ત્યારે એમ લાગે કે તમામ ચેનલોમાં માત્ર ગો-સ્વામીનો જ અવાજ સૌથી ઉંચો હશે. મુંબઇ બોલે તો દિલ્હી સંભળાય એટલા મોટા અવાજે જો બોલનાર કોઇ હોય તો તે માત્રને માત્ર, ઇકલૌતા આ જ છે…આ જ છે…!!

દુનિયામાં એવી પણ ટીવી ચેનલો છે કે જેના એંકર કે એડિટર એટલી સજ્જનતાથી અને શાલિનતાથી સામાન્ય અને સહજ ભાવમાં બોલતા હોય ત્યારે તેમને સાંભળવું ગમે. જ્યારે ગો-સ્વામી બોલે ત્યારે ટીઆરપી કાંડમાં જેમને 500 -500 આપ્યા હોય ને તો એ ઘરોમાં પણ તેમની ચેનલનો અવાજ તો ઓછો કાં તો બંધ રહેતો હશે….! l તેમની ચિલ્લાહટ સાંભળીને તો લંકેશબંધુ કુંભકર્ણ પણ જાગી જાય એક જ ચીસમાં….!!

મુંબઇ પોલીસ આમ તો તેમની પાછળ છે જ અને ટીઆરપી કાંડમાં હજુ તેમની ધરપકડ થવાની બાકી છે. પણ ભાઇની સામે બે વર્ષ પહેલા આત્મહત્યા માટે ઉશ્કેરવાનો એક કેસ નોંધાયો હતો. તે વખતની સરકારમાં ગોસ્વામી કી તૂતી બજતી થી. દેવેન્દ્ર દોસ્ત થા….. ઉપરવાલે કી મહેરબાની સે. પણ પછી રાજકિય ચિત્ર બદલાઇ ગયું. દેવેન્દ્ર રાતોરાત સીએમ બન્યા તોય ટકી ના શક્યા. અને શિવશાહીની સરકાર આવી ત્યારે પૂછતા હૈ ભારતનો જે એજન્ડા ચલાવ્યો તે પંજો-ઘડિયાળ અને તીરકમાનવાળી સરકારને રાસ ન આયા…!!

સમય વર્તે સાવધાન…સમય કી ચાલ ઔર ઢોલક કી તાલ દેખ કર અને સુનકર ચાલવાને બદલે તેમણે અપની ઢફલી….અપના રાગ આલાપીને કોઇને ખુશ કરવા ગાયું- મેરા નામ રાજુ….અને પછી જે થયું ત્યારે હઠ એક બાજુ – ચલ અકેલા….ચલ અકેલા…ચલ અકેલા…..

તેરા ટીવી છૂટા જાય અર્નબ ચલ અકેલા….!!

દેશને ખબર જ નહીં કે આ માણસ આટલો લોક-પ્રિય અને ભા-પ્રિય હશે. તેમના બચાવમાં ઓહોહોહો… કેટલા ય લોકો ઉતરી પડ્યા તેમના સ્ટુડિયોમાં અને રસ્તાઓ ઉપર. કેવો જોરદાર બચાવ કરાયો અર્નબનો- પુલિસ કો શરમ આની ચાહિયે….દો સાલ પુરાને કેસ મેં કોઇ ગિરફતારી હોતી હૈ ક્યાં….,! આ દલીલ સાંભળીને ગુજરાતના મિડિયાવાળા મરક મરક હસતા હતા…!

ભાઇ અર્નબ, આમ તો 18મી સુધી તમે અંદર જ રહેવાના છો પણ ગાંધીજીએ જેલમાં રહીને પણ આંદોલન ચાલુ રાખ્યું એમ તમે પણ જેલમાં કે લોકઅપમાં રહીને તમારી અદભૂત અને અભૂતપૂર્વ ટીવી ચાહના, લોકચાહના, કંગનાચાહના, પાત્રાચાહના….ને જોતા ચૂંટણીમાં ઉતરવુ જોઇએ. તમારી લોકપ્રિયતા જોતાં તમને કોઇ હરાવી શકે તેમ નથી અને નથી….તમે જ્યોર્જ ફરનાન્ડીઝની જેમ જેલમાં રહીને જંગી બહુમતિથી જીતી શકો તેમ છો…!!

શિ.કોં.રા.ની બનેલી અઘાડી સરકારને ખબર નથી કે આ માણસ માતોશ્રીની સામે આવીને મોટા અવાજે બોલવાનું શરૂ કરશે ત્યારે તેમના ઉંચા અવાજથી વાદળોનો ગડગડાટ પણ થંભી જશે, સિંહની ગર્જના થંભી જશે, લોકલ ટ્રેનના એન્જિનનો મોટેથી વાગતો પિપોડો પણ થંભી જશે…અદભૂત…અદભૂત….પરિણામ….?

18મી પછી ટીઆરપી કાંડમાં અંદર…? પછી મહિલા પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપસર અંદર….?! કહેવાઇ નહીં કેમ કે આ તો તૂંકારાથી બોલીને બધાનું અપમાન કરવાનો મામલો છે. તે વખતે તો બાપુ,..જોરમાં અને હવે…?

ના હોં, અર્નબભાઇ…તમારે તો તમારી ટીઆરપીની દુકાન ચાલુ જ રાખવાની, તમારે તો પૂછવાનું ચાલુ જ રાખવાનું- તું હૈ કૌન…? .જાગીરદાર હૈ ક્યા..? .હૈ કૌન તું….?

ક્યોં કી- પૂછતા હૈ ભારત…..!!

-દિનેશ રાજપૂત

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર