જાકો રાખે સાંઈયા, માર સકે ન કોય..! ભાઇએ માસૂમને ટ્રેનની આગળ ફેંક્યો : પછી શું થયું, જુઓ Video

રમત રમતમાં ભાઈએ રેલવે ટ્રેક પર ફેંકી દીધો માસૂમને, પાયલેટે કૂદીને બચાવી જાન

આગરા-નવી દિલ્હી રેલવે ટ્રેક પર માલગાડીના લોકો પાયલટની સુઝબૂઝથી એક માસૂમની માંડ માંડ જાન બચી હતી. માસૂમને તેના મોટા સગીર ભાઈએ રમત-રમતમાં રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. લોકો પાયલટને ઇમરજેન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી અને સહીસલામત માસૂમને પોતાની માતાને સોંપી દેવામાં આવ્યો હતો. ઘટનાનો વિડિઓ વાયરલ થયા બાદ પાયલેટ તેમજ રેલવે મંડળની ખૂબજ પ્રશંસા થઇ રહી છે.

‘જાકો રાખે સાઇયાં માર સકે ન કોય..’ કહેવત ફરી એકવાર સાર્થક થઇ છે. નવી દિલ્હીથી આવી રહેલી માલગાડી બલ્લભગઢ઼ સ્ટેશન નજીક ટ્રેકની બાજુમાં રમત રમતમાં કિશોરે બે વર્ષના બાળકને ટ્રેન આગળ ફેંકી દીધો હતો. માલગાડીના લોકો પાયલટ દિવાન સિંહ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ અતુલ આનંદ આ દ્રશ્ય જોઇ હચમચી ગયા હતા. તત્કાલીન સંતુલન બનાવી ટ્રેનની ઇમરન્સી બ્રેક લગાવી,લોકો પાયલટ દિવાન સિંહ અને આસિસ્ટન્ટ લોકો પાયલટ અતુલ આનંદે એન્જિનની નીચે ઉતરી તપાસ કરતાં માસૂમ હેમખેમ મળી આવ્યું હતું. જે બાદ લોકો પાઇલટે રાહતનો શ્વાસ લીધો હતો. બાળક એન્જિનની નીચે આવી ગયો હતો. જો કે સદ્ નસીબે કોઇ માસૂમને સહેજ પણ ઇજા પહોંચી ન હતી.

આ દરમિયાન બંને બાળકોની મા પણ સ્થળે દોડી આવી. અઢી વર્ષના માસૂમને તેની માને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે 12 વર્ષીય મોટા ભાઈને લોકલ પોલીસ તેમની સાથે લઈ ગઈ હતી. તો બીજી તરફ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચારેતરફ પાયલોટની વાહવાહી લૂંટાવવામાં આવી રહી છે.

 298 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર