Pics: લગ્ન પહેલાં મા બનવા જઇ રહી છે બ્રૂના, આ પધ્ધતિથી આપશે બાળકને જન્મ

32 વર્ષની મોડલ બ્રૂના આમ હવે મા બનવા જઇ રહી છે. બ્રૂના આમ તો ટૂરિસ્ટ તરીકે ભારત આવી હતી પણ અહીં જ્યારે તેને મોડલિંગ અને ફિલ્મોમાં કામની ઓફર મળી તો ત્યારબાદ તે ભારતમાં જ રોકાઇ ગઇ.

બ્રાઝીલથી આવેલી આ મોડલે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું અને ગત વર્ષે સ્કોટિશ મૂળનાં બોયફ્રેન્ડ સાથે લગ્ન પણ કરી લીધાં.

બ્રૂના અબ્દુલ્લાહ લગ્ન પહેલાં મા બનવા જઇ રહી છે. તે હાલમાં તેની પ્રેગ્નેન્સી અને તસવીરોને કારણે ચર્ચામાં છે. તેણે હાલમાં નવી તસવીર શેર કરી છે જેમાં તેનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે.

તેણે ગત વર્ષે તેનાં બોયફ્રેન્ડ અલ સાથે સગાઇ કરી હતી. બ્રૂના કહે છે કે, મે ક્યારેય મા બનવાં અંગે વધુ વિચાર્યું ન હતું. પણ હું આ માટે ઘણી જ ઉત્સાહિત છું. હું બાળકની નેચરલ ડિલીવરી કરવાં ઇચ્છુ છું. તેમાં કોઇ જ દવાઓ કે ઓપરેશન નથી ઇચ્છતી.

બ્રૂનાએ એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં જણાવ્યું કે, તે તેનાં ઘરમાં આવનારા નવાં મહેમાન માટે પોતાની જાતને તૈયાર કરી રહી છે. આ સમયે માત્ર તેનું અને બાળકનું ધ્યાન રાખવા માટે તેની મા બ્રાઝીલથી ભારત આવી રહી છે.

બ્રૂના તેનાં બાળકને જન્મ આપવા માટે કોઇ જ પ્રકારનાં ડોક્ટરની મદદ નથી લેવાની. તેની જગ્યાએ તે ‘વોટર બર્થ’ની પદ્ધતિ પસંદ કરવાની છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી