અમદાવાદ : ખોખરમાં યુવક પર ઘાતકી હુમલો, છરીના ચાર ઘા માર્યા

ફોન કરવા ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે કરી મારા મારી

ચાર બદમાશો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં નજીવી બાબતમાં હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. યુવક પર ચાર લોકોએ ઘાતકી હુમલો કર્યો હતો. યુવક પાસે મોબાઇલની માંગ કરતા આરોપી ઉશકેરાઇ ગયો હતો અને અન્ય સાથીદારો સાથે મળી યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. ખોખરા પોલીસે ચાર શખ્સોના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ફરિયાદ મુજબ, મુળ રાજસ્થાનના અને હાલ ખોખરામાં રહેતા રમેશભાઈ કટારા (ઉ.વ.33) હાટકેશ્વરથી સેવન્ડેડ સ્કુલ તરફ જતા રોડ પર એક ચિકનદાનાની લારી પાસે ઉભા હતા અને તેમને કામ અર્થે એક ફોન કરવો હતો, જો કે તેમની પાસે ફોન ન હોવાથી ત્યાં ઉભા રહેલા એક યુવક પાસે ફોન માંગ્યો હતો, જો કે યુવકે ફોન આપ્યો ન હતો અને રમેશભાઈ પર ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યો હતો.

આ દરમિયાન યુવકના બીજા સાગરીતો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને રમેશભાઈ સાથે ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યા હતા. દરમિયાન અચાનક જ તે ચારેય યુવકો પૈકી એક યુવક ક્યાંકથી છરી લઈ આવ્યો અને રમેશભાઈના પેટના ભાગમાં છરીનો ઘા મારી દીધો એટલું જ નહીં ત્યારબાદ માથાના પાછળના ભાગે અને ગરદનના ભાગે પણ છરીનો ઘા મારી દીધો હતો. જો કે રમેશભાઈને ગંભીર ઈજાઓ થતા તે જમીને પટકાઈ પડ્યા હતા.

ત્યારબાદ આ ચારેય યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવા માં આવ્યા હતા. આ ઘટનાની જાણ ખોખરા પોલીસને થતા પોલીસનો મોટો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં રમેશભાઈ ચાર અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર