અમદાવાદ : સૈજપુર બોઘામાં દારૂના ઘંઘાની અદાવતને લઇ યુવક પર ઘાતકી હુમલો

તલવાર, પાઇપ તથા હોકી વડે માર મારતા યુવક ગંભીર રીતે થયો ઘાયલ

શહેરના કૃષ્ણનગર પોલીસ વિસ્તારમાં અંબિકા ચોક નજીક ચાર શખ્સો તલવાર અને પાઇપો લઇ યુવક પર તૂટી પડ્યા હતા. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી શખ્સોએ યુવકને તલવારા, પાઇપ તથા હોકી વડે માર મારી અધમુઓ કરી ભાગી ગયા હતા. બેભાન હાલતમાં યુવકને 108 મારફતે સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ કૃષ્ણનગર પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં સૈજપુર બોઘા ખાતે આવેલ અંબિકા ચોક નજીક નરોડા ખાતે રહેતા ભાવિક ઉર્ફે મુકેશ ચુડાસમા પર ચાર શખ્શોએ ઘાતકી હુમલો કર્યો હતો. દારૂના ધંધાને લઇ અગાઇ થયેલા ઝઘડાની અદાવત રાખી અંબિકા ચોક ખાતે રહેતો રવિ છારો ઉર્ફે રવી ગોસ્વામીએ મિત્રો સાથે મળી ભાવિક ઉપર તલવાર, પાઇપ તથા હોકી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

વિગત મુજબ, આરોપી રવિ છારો ભાવિકને અંબિકા ચોક ખાતે લઇ ગયો હતો, જ્યાં તેના બીજા અન્ય મિત્રો હિરેન પરમાર, સતિષ બારૈયા ઉર્ફે બાડો તથા રાહુલ રાજપુત ઉર્ફે કડિયાએ સહિત મિત્રોએ ભેગા થઇ ભાવિક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત ભાવિકને 108 મારફેતે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

આ અંગે ભાવિકે આરોપ લાગવ્યા હતા કે રવિ છારો ખુદ એક બુટલેગર છે જે મોટાપાયે ઇંગ્લિસ દારૂનો ધંધો ચલાવે છે. અગાઉ મોટા ભાઇ સાથે થયેલા દારૂના ઝઘડાને લઇ રવિ છારાએ મિત્રો સાથે મળીને બદલો લેવા હુમલો કર્યો હતો.

આ મામલે કૃષ્ણનગર પોલીસે રવિ ગોસ્વામી, હિરેન પરમાર, સતિષે બારૈયા તથા રાહુલ રાજપુત સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી