સુરેન્દ્રનગર : ચૂંટણીની અદાવતમાં સુદામડાના સરપંચ ઉમેદવાર અને સાથીઓ પર ઘાતકી હુમલો

કુહાડી, ધારીયું અને લાકડી લઇ તૂટી પડ્યા, ગોળીઓ પણ ચલાવી

સુરેન્દ્રનગરમાં સુદામડા ગામે રાજકીય હોદ્દેદાર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ સરપંચના ઉમેદવાર તેમજ સાથીઓ બોલેરો કાર લઈ જઈ રહ્યા હતા તે સમયે 15 જેટલા અજાણયા શખ્સો આવી ચડયા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. જો કે હાલ ઘાયલ તમામ સારવાર હેઠળ છે.

સરપંચના ઉમેદવાર કરમણભાઇ આલાભાઇ ખાંભલા, સાથે ખેંગારભાઇ, કરશનભાઇ, અરજણભાઇ ખીમાભાઇ, બીજલભાઇ હાથીયાભાઇ સાયલા ફોમ ચકાસણી બાદ બોલેરો કારમાં સુદામડા જઇ રહ્યા હતા. ત્યારે જૂની અદાવતને લઇ કેટલાંક શખ્સોએ ડમ્પર સાથે બોલેરોને ટક્કર મારી હતી. અકસ્માત થતા બોલેરો કાર ઉભી રહેતા 15 જેટલા શખ્સો કુહાડી, ધારીયું અને લાકડી લઇ તૂટી પડ્યા હતા. જેમાં ખેંગારભાઇ, કરશનભાઇ અને કરમશીભાઇને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સાયલા લઇ જવામાં આવતા સારવાર દરમિયાન કરમણભાઇએ રવીભાઇ પીઠુભાઇ, જેઠસુરભાઇ લધુભાઇ ખરતાણી, દિપકભાઇ આલેખભાઇ ખરતાણી, ભરતભાઇ આલેખભાઇ ખરતાણી, રણુભાઇ રામભાઇ ખરતાણી, જયુભાઇ જેઠસુરભાઇ, મંગળુભાઇ કથુભાઇ ખરતાણી, મંગળુભાઇ કથુભાઇના કાકાનો દિકરો સોમલાભાઇ શખસે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

ફરજ ઉપરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપીને 3 ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. આ અન્ય સાથી અરજણભાઇ ખીમાભાઇ અને બીજલભાઇ હાથીયાભાઇને સારવાર માટે સુદામડા લઇ જવાયા હતા. આ બાબતની પોલીસને જાણ થતા સાયલા દવાખાને દોડી ગઇ હતી અને પોલીસે બનાવનું કારણ, આરોપીની હકીકત જાણવા માટે તજવીજ હાથ ધરી છે.આ ઘટના બાબતે ગુનો દાખલ કર્યા બાદ સાચી હકીકત જાણી શકાય તેમ છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓએ 3થી 4 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો આક્ષેપ છે. સાથે જ હુમલા બાદ દાગીના અને રોકડ લૂંટીને શખ્સો ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. અગાઉની ચૂંટણીની અદાવતમાં હુમલો થયો હોવાની ચર્ચાઑ થઈ રહી છે. હુમલો અને ફાયરિંગની ઘટનાને લઇ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. અને હુમલો કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી