ખોખરામાં માથાભારે વ્યાજખોર ‘મણી’ની ઘાતકી હત્યા, હાટકેશ્વર સર્કલ પર બેસીને વ્યાજની ઉધરાણી કરતો

હાટકેશ્વર, ખોખરા તેમજ અમરાઇવાડી વિસ્તારમાં વ્યાજનો બેરોકટોક ધંધો ચલાવતો હતો

અમદાવાદના પૂર્વ વિસ્તાર ખોખરામાં વહેલી સવારે સાતેક કલાકે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી એક માથાભારે ફાઈનાન્સરની હત્યા કરી દેવામાં આવી હતી. વ્યાજ પર પૈસાની લેતી દેતીના મામલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હત્યા બાદ આરોપી ખુદ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. ત્યારે આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

હાટકેશ્વર, ખોખરા તેમજ અમરાઇવાડી વિસ્તારમાં વ્યાજખોરીનો ધંધો કરતા બાલા સુબ્રીમણીયમ ઉર્ફે મણી મુદલીયારની વહેલી સવારે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. બાલા સુબ્રીમણીમયમાં સવારે એક્ટીવા લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે જયેશ ગોસ્વામી રિક્ષા લઇને ખોખરા મ્યુનિસિપલ ગાર્ડન પાસે આવ્યો હતો. મણી કઇ સમજે તે પહેલા તેના પર ચપ્પાના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. મણીની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભાળે ખળભરાટ મચી ગયો હતો. તો બીજી તરફ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો.

પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર બાલા પાસેથી જયેશે ઉચાં વ્યાજે રૂપિયા લીધા હતા. જયેશ કપડાને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. જયેશ સમયસર વ્યાજ નહી આપતા બાલા તેની પાસે પઠાણી ઉધરાણી કરતો હતો અને માર પણ મારતો હતો. બાલાની ઉધરાણીથી કંટાણીને જયેશ ગોસ્વામીએ તેની હત્યા કરવાનું નક્કી કરી લીધુ હતુ અને આજે સવારે તેની હત્યા કરી નાંખી હતી.

છેલ્લા ત્રણા દાયકાથી બાલા વ્યાજનો ધંધો બેરોકટોક ચલાવતો હતો. રોજ કમાઇને રોજ ખાવા વાળા તેમજ મધ્યમ વર્ગના લોકોને બાલા રૂપિયા આપતો હતો અને વહેલી સવારે વ્યાજની ઉધરાણી કરવા માટે હાટકેશ્વર સર્કલ પાસે આવેલી કે.સીની કીટલી પાસે પહોચી જતો હતો. લોકો આવીને તેને વ્યાજ આપતા હતા

ઉંચી પેન્લટી વસુલતો હતો, પોલીસની જેમ રીમાન્ડ રૂમ રાખ્યા હતા

બાલા વહેલી સવારે જ્યારે ઉધરાણી માટે કે.સી.ઉપર બેસતો હતો ત્યારે લોકો તેને વ્યાજે રૂપિયા આપવા માટે આવતા હતા જો કોઇ વ્યકિતને વ્યાજ આપવામાં મોડુ થઇ જાય તો તેની પાસે ઉંચી પેન્ટલી વસુલ કરતો હતો. 9 થી 11 સુધીમાં વ્યાજે રૂપિયા આપવાનો સમય હતો જો તેનાથી મોડુ થાય તો પણ બાલા પેન્લટી વસુલ કરતો હતો.

20 ટકાથી લઇને 40 ટકા સુધી વ્યાજ ઉપર બાલા રૂપિયા વ્યાજે આપતો હતો જો કોઇ વ્યકિતએ વ્યાજ આપવામાં નાટક કરેતો તે તેને રીમાન્ડ રુમમાં લઇ જતો હતો અને એટલી હદે મારતો હતોકે લોકો ગમે ત્યાથી તેને રૂપિયા આપી જતા હતા. અમરાઇવાડી, હાટકેશ્વર તેમજ અલગ અલગ જગ્યા પર તેની ઓફિસો હતી જેમાં તેને રીમાન્ડ રૂમ તરીકે ઉપયોગ કરતો હતો.

ગર્ભવતી મહિલાના પેટમાં લાતો મારતા ગર્ભપાત થઇ ગયુ

પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર મૃતક બાલા વ્યાજ નહી આપનાર લોકો પર ત્રાસ ગુજરાતો હતો કે તેની કોઇ કલ્પના પણ કરી ના શકે. એક ગર્ભવતી મહિલાએ તેની પાસે વ્યાજ ઉપર રૂપિયા લીધા હતા જોકે મહિલાએ વ્યાજે રૂપિયા નહી આપતા બાલાએ તે ગર્ભવતી મહિલાના પેટમાં લાતો મારી હતી જેમા તેનું ગર્ભપાત થઇ ગય હતું.

 264 ,  1