September 25, 2020
September 25, 2020

અમદાવાદમાં વધુ એક ખૂન! SG હાઈવે નજીક નોકરીથી પરત આવી રહેલા યુવાનની ઘાતકી હત્યા

યુવાનની ઉપરા છાપરી તીક્ષ્ણ હત્યારાના ધા ઝીંકી કરી હત્યા, પોલીસે હાથ ધરી તપાસ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ દરરોજ ક્રાઇમનાં કિસ્સામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ગુનેગારો ગુનાઓને અંજામ આપીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. એસજી હાઇવે પર નોકરીથી પરત ફરી રહેલા એક યુવકની અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારોથી હત્યા કરી દેવામાં આવી છે.

મળતી વિહત મુજબ, શહેરના એસજી હાઇવે વિસ્તારમાં એક યુવાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવાની હથિયારોથી ઘાતકી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ હત્યારોએ યુવાનને મોતને ઘાટ ઉતારી લૂંટ પણ ચલાવી હતી. આ મામલે સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત મુજબ, મૃતક પ્રમોદ પટેલ કામ પરથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન એસ.જી હાઇવે પાસે હત્યારોએ બેરહેમીપૂર્વક ઘાતકી હત્યા આવી છે. અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક પ્રમોદની હત્યા કરેલ લાશ મળી આવી ત્યાંથી 100 મીટર અંતરે એક ફાર્મ હાઉસમાં નર્સરી તરીકે નોકરી કરતો હતો.

વહેલી સવારે ફાર્મ હાઉસના માલિકે પ્રમોદની લોહી લુહાણ હાલત લાશ જોતા પોલીસ જાણ કરી હતી. મૃતક પ્રમોદ પટેલની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ મૃતક પ્રમોદના માથા અને ગળાના ભાગે ઉપરા છાપરી તીક્ષ્ણ હત્યારાના ધા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક અને હત્યારા વચ્ચે પહેલા ઝપાઝપી થઈ હશે અને બાદમાં પ્રમોદની હત્યા કરી દેવામાં આવી હશે. કારણ કે મૃતક પ્રમોદનું ટુ વ્હીલર વાહન દૂર પડ્યું હતું અને લાશ દૂર પડી હતી. જો કે મૃતકે પહેરેલા સોનાના દાગીના અને પૈસા સાથે જ હતા, પરંતુ વાહનની ચાવી અને મોબાઈલ ગુમ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.

તપાસમાં હત્યા કોઈ નજીકના વ્યક્તિએ કરી હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલ આ મામલે સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર