September 25, 2020
September 25, 2020

અમદાવાદ : ભાઈપુરા વોર્ડમાં યુવકની સરેઆમ બરહેમીથી હત્યા

અમરાઈવાડીના હાટકેશ્વર વિસ્તારના ભાઈપુરા વોર્ડમાં યુવકની બરહેમીથી હત્યા

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ હત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

શહેરના અમરાઈવાડીમાં આવેલા હાટકેશ્વર પાસે એક યુવાનની ધોળા દિવસે સરેઆમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. બદમાશોએ યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, અમરાઈવાડીના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાંના મહાવીરનગરમાં રહેતા નીતેશ વાઘેલાની કોઇ અગમ્ય કારણોસર આશિષ અને જિતેન્દ્ર નામનાં બે બદમાશોએ નીતેશ વઘેલાને રહેંસી નાખ્યો હતો. હત્યારાઓએ પહેલા નીતિશ સાથે કોઈ વાતને લઈને રકઝક કરી હતી. જોકે મામલો વધુ તંગ બનતા બંને બદમાશો આશિષ અને જિતેન્દ્ર, નીતેશ પર તૂટી પડ્યા હતા. નીતેશને લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતો રહ્યો હતો. છતા બદમાશો ચાકુના ઉપરા છાપરી ઘા મારતા રહ્યાં.

ધોળા દિવસે સરેઆમ બદમાશોએ નીતેશને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો. હોસ્પિટલ લઇ જાય તે પહેલાં જ યુવકે દમ તોડ્યો હતો. તો બીજી તરફ હત્યાની જાણ થતાં જ અમરાઈવાડી પોલીસનો કાફલો ઘટના પહોંચ્યો હતો. પોલીસે લાશને પીએમ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળી. તો હાલ પોલીસે આરોપીઓ આશિષ ઉર્ફે કીટલી રામેશ્વર પાલ અને શિવમ જીતેન્દ્ર નાઇને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે છે.

 125 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર