September 25, 2020
September 25, 2020

ગુજરાત-રાજસ્થાન સરહદ પર ઘૂસણખોરી કરતો પાકિસ્તાની ઠાર

તારની ફેન્સિંગ તોડી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની યુવકને BSFએ કર્યો ઠાર

ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાન સરહદ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઠાર કર્યો છે. બાખાસર વિસ્તારમાં મોડી રાતે પાકિસ્તાનનો એક યુવક ભારતની સીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

તો બીજી તરફ આ ઘટના બાદ ગુજરાત બોર્ડરને પણ એલર્ટ કરી દેવાઇ છે. આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર