BSNLનો ધડાકો, 54000 કર્મચારીઓને કરશે નિવૃત ?

આર્થિક સંકટમાં ફસાયેલી સરકાર હસ્તકની ટેલીકોમ કંપની બીએસએનએલના લગભગ 54000 કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. ડેક્કન હેરાલ્ડના એક રીપોર્ટ અનુસાર કંપનીના બોર્ડે લગભગ 54000 કર્મચારીઓને નોકરીમાંથી હટાવવાનો નિર્ણય લઈ લીધો છે. જો કે અંતિમ મહોર લગાવતા પહેલા બોર્ડ લોકસભાની ચૂંટણી સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ સરકારે માર્ચ મહિનામાં નિષ્ણાંતોની એક સમીતી રચી હતી. જેણે બોર્ડને 10 ભલામણ કરી છે. જેમાંથી 3 ઉપર મહોર લગાવવામાં આવી છે. કંપનીના બોર્ડે જે ત્રણ પ્રસ્તાવોને મંજુરી આપી છે તેમા સેવા નિવૃતિની વર્તમાન વય મર્યાદાને 60 વર્ષથી ઘટાડી 58 કરવા, વીઆરએસ સ્કીમ લાવવા જેમાં 50 વર્ષ અને તેથી ઉપરના બધા કર્મચારીઓને સામેલ કરવા અને બીએસએનએલને 4G સ્પેકટ્રમની ફાળવણીમાં ઝડપ લાવવાની બાબતનો સમાવેશ થાય છે.

સુત્રો મુજબ, જેવી ચૂંટણી પ્રક્રિયા પુરી થશે કે તરત જ કર્મચારીઓને તેમની સેવામાંથી મુકત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. બોર્ડે નિવૃતિ વયમર્યાદા 60 થી ઘટાડીને 58 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. સ્વૈચ્છીક નિવૃતિ એટલે કે વીઆરએસ લેવાની ઉંમરની સીમા પણ 50 અને તેથી વધુ રાખવામાં આવી છે.

 27 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર