યોગી કહે છે: યુપી સલામત, બસપા નેતાની ઘોળા દિવસે હત્યા !

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં બેખોફ બદમાશોએ બસપાના નેતાની મારી હત્યા કરી દીધી. કાયદાનો જાણે કોઇ ડર ન હોય તેમ બદમાશોએ મોર્નિગ વોક પર જઇ રહેલા બસપાના નેતા શબ્બીર જૈદીને સરેઆમ ગોળીઓથી વીંધી નાખ્યા હત્યા. મળતી વિગત મુજબ, બદમાશોએ બસપા નેતાના ઘરથી થોડે દુર આ ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે.

શબ્બીર જૈદી સોમવારે સવારે 6 વાગે મોર્નિગ વોક માટે નિકળ્યા હતા. તેમના ઘરથી આશરે 100 મીટર દુર બદમાશો ઘાત લગાવીને બેઠા હતા. બસપાના નેતા મોર્નિગ વોક કરી રહ્યા હતા તે દરમિયાન હત્યારાઓએ તાબરતોડ ફાયરિંગ શરૃ કરી દીધું હતું. તો ફાયરિંગનો અવાજ સંભળાતા જ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઇ હતી. જો કે બસપા નેતાને છાતીમાં ગોળી વાગતા જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે હત્યા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તો બીજી તરફ પોલીસે હત્યારાઓને શોધી કાઢવા તપાસ તેજ કરી છે.

 49 ,  3