યુપીમાં બસપા એકલા હાથે ચૂંટણી લડશે, ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધનના એહવાલને ફગાવ્યા

માયાવતીએ ઔવસી સાથે ગઠબંધનની વાત ફગાવી

બહુજન સમાજની પાર્ટીના પ્રમુખ માયાવતીએ એઆઈએમઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે ઉત્તરપ્રદેશમાં વિધાનસભામાં ચૂંટણીમાં ગઠબંધન કરવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમજ માયાવતીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આવા ભાર્મક અને તથ્યહીન સમાચાર ખોટા છે.

તે ઉપરાંત બીજા ટ્વીટમાં આ અંગે પાર્ટી દ્રારા ફરીથી સ્પષ્ટ કર્યું કે પંજાબને છોડીને યુપી અને ઉત્તરાખંડ પ્રદેશમાં આગામી વર્ષમાં પ્રાંરભે યોજાવાની વિધાનસભાની ચૂંટણી બીએસપી કોઈ પણ પાર્ટી સાથે ગંઠબંઘન કરશે નહી તેમજ એકલા ચૂંટણી લડશે તેમ કહ્યું છે.

બસપા પ્રમુખ સતત ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, બસપા અંગે માહિતી ફેલાવાવા બદલે બસપાના રાષ્ટ્રીય મહાસચિવ રાજયસભામાં સાંસદ સતીષ ચંન્દ્ર મિશ્રને બસપા મીડિયા સેલના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર બનાવી દીધા છે.

 65 ,  2