માયાવતીએ કહ્યું- હવે સાથ સાથ નહીં…

સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનને લઇને બહુજન સમાજવાદી પાર્ટીએ પોતાની સ્પષ્ટ કરી દીધી છે. ટ્વીટર પર માયાવતીએ લખ્યુ કે, પાર્ટી તથા મૂવમેન્ટના હિતમાં બીએસપી હવે પછીની નાની-મોટી ચૂંટણી પોતાના દમ પર એકલી લડશે.

ટ્વિટર પર માયાવતીએ લખ્યું કે, પાર્ટીના હિતમાં હવે બીએસપી આગામી દરેક ચૂંટણી એકલા પોતાના દમ પર જ લડશે. માયાવતીએ લખ્યું કે, બીએસપીની ઓલ ઈન્ડિયા બેઠક કાલે લખનઉમાં અઢી કલાક સુધી ચાલી હતી. ત્યારપછી રાજ્યવાર મોડી રાત સુધી બેઠક ચાલી હતી. તેમાં મીડિયા પણ હાજર નહતું. તેમ છતાં બીએસપી પ્રમુખ વિશે મીડિયામાં જે વાતો આવી છે તે સાચી નથી. જ્યારે આ વિશે પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી હતી.

ગઠબંધનનો ઉલ્લેખ કરતાં માયાવતીએ લખ્યું કે, ‘આમ પણ જગજાહેર છે કે સપાની સાથે બધી જુની યાદો-વાતો ભુલાવવાની સાથે વર્ષ 2012-17માં સપા સરકારના બીએસપી તથા દલિત વિરોધી નિર્ણયો, પ્રમૉશનમાં અનામત વિરુદ્ધ કાર્યો તથા કથળેલી કાયદો વ્યવસ્થા વગેરેને બાજુપર રાખીને લોકહિતમાં સપાની સાથે ગઠબંધન ધર્મને પુરેપુરો નિભાવ્યો.’

ગઠબંધન તોડવા વિશે જાહેરાત કરીને માયાવતીએ લખ્યું કે, લોકસભાની ચૂંટણી પછી સપાનો વ્યવહાર બસપાને એ વિચારવા માટે મજબૂર કરે છે કે શું ગઠબંધનથી આગામી સમયમાં બીજેપીને હરાવવું મુશ્કેલ છે? જે શક્ય નથી. પાર્ટી અને મૂવમેન્ટના હિતમાં હવે બીએસપી આગામી સમયની દરેક નાની-મોટી ચૂંટણી એકલા જ પોતાના દમ પર લડશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી