September 26, 2022
September 26, 2022

Budget 2019: ‘નારી તુ નારાયણી’, મહિલાઓને મોદી સરકારે આપી આ મોટી ભેટ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું અને મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ પૂર્ણ બજેટ રજુ કર્યું છે. બજેટમાં નાણાંમંત્રીએ સમાજના તમામ વર્ગોની સાથોસાથ મહિલાઓ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં દેશની સંસદમાં 78 મહિલા સાંસદ છે.

બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ મહિલાઓના ઉત્થાન માટે અનેક જાહેરાત કરી. બજેટ ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે આ દેશની નારી તુ નારાયણી પરંપરા રહી છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ સ્વામી રામકૃષ્ણને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે મહિલાઓની સ્થિતિમાં સુધાર વગર દુનિયાના કલ્યાણની કોઈ શક્યતા નથી.

મહિલાઓ માટે શું?

  • નારી તૂ નારાયણી યોજના લોન્ચ થશે.
  • ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની મહત્વની ભૂમિકા રહી.
  • મહિલા કેન્દ્રિત પૉલિસી દ્વારા મહિલાઓની લીડરશિપને આગળ વધારવાનો પ્રય્તન.
  • મહિલાઓએ આ વખતે મોટી સંખ્યામાં મતદાન કર્યું
  • આ વખતે લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદ, રેકૉર્ડ 78 સાંસદ
  • મહિલા ઉદ્યમતાને સરકાર પ્રોત્સાહન આપ્યું
  • મુદ્રા સ્કીમમાં મહિલાઓને 1 લાખ સુધી લોન
  • મહિલાઓને 5 હજાર સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી