September 26, 2022
September 26, 2022

Budget 2019: શું સસ્તું, શું મોંઘુ, જાણો શું મળશે જનતાને !

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું પહેલુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે બજેટની વિશેષતા એવી છે કે, જેના નામ વહીખાતુ નામ આપવામાં આવ્યુ છે. જેમાં તેઓ અર્થતંત્રમાં તેજી લાવવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા, સરકારી રોકાણમાં વધારો કરવાની સાથે જ ખાનગી રોકાણને આકર્ષવાના ઉપાયો કરવા.

તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે વિશ્વાસ હોય તો કોઇ રસ્તો નિકળે છે. આગામી થોડા વર્ષોમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યૂ ઇન્ડીયા પર ભાર મુક્યો છે. દેશનો દરેક વ્યક્તિ પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે, જોકે પહેલાં 11મા નંબર પર હતી.

બજેટ વિશે શું છે ખાસ જુઓ…

  • તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી વધી
  • મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે અમુક પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાશે
  • સોના-ચાંદીની આયાત મોંઘી :  વિદેશમાંથી દેશમાં આયાત થતી સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટી 10%થી વધારીને 12.5% કરવામાં આવી.
  • પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરદીઠ 1 રૂપિયાનો વધારો
  • ડિફેન્સ સેક્ટરને બુસ્ટર ડોઝઃ ઇક્વિપમેન્ટની આયાત પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ
  • વિદેશથી આયાત કરાયેલી પુસ્તકો ઉપર 5 ટકા ડ્યૂટી લાગશે
  • બજેટ Live :રૂ.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં  
  • 5 કરોડથી વધુ આવક પર 7% સરચાર્જ
  • વાર્ષિક 2થી 5 કરોડની આવકના સ્બેલમાં પણ સરચાર્જમાં 3 ટકાનો વધારો
  • દેશના ઘનાઢ્યો પર પરનો ટેક્સ સરચાર્જ વધ્યો
  • વાર્ષિક રૂ.2 કરોડથી વધારાની આવક ઉપર સરચાર્જ વધ્યો
  • 1 કરોડથી વધુના કેશ વિડ્રોલ પર લાગશે ટેક્સ : રોકડથી ડિજિટલ ભારત તરફ વધી રહેલ દેશમાં હવે 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર ભરવો પડશે 2% TDS
  • રીટર્ન ભરવા હવે આધાર કાર્ડનો પણ વિકલ્પ: અત્યાર સુધી માત્ર ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે પાનકાર્ડ જરૂરી હતુ પરંતુ, હવે આધાર કાર્ડ થકી પણ IT રીટર્ન ફાઈલ કરી શકાશે.
  • લોનના વ્યાજમાં પણ રાહત: 45 લાખ સુધીના ઘર પર મળશે 1.50 સુધીની વ્યાજમુક્તિ
  • લોનના વ્યાજમાં પણ રાહત: અફોર્ડેબલ હાઉસિંગ માટે હવે 3.5 લાખ સુધીના વ્યાજમાંથી મુક્તિ.
  • સ્ટાર્ટઅપ્સને આઇટી વિભાગની કનડગત થશે નહીં, સ્ટાર્ટઅપ્સનું આઇટી સ્ક્રુટિની નહીં થાય
  • સ્ટાર્ટઅપ્સ સામેના આઇટી વિભાગના કેસોની ઝડપી પતાવટ થશે
  • રૂ. 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવાતી કંપનીઓ માટે 25% કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે.
  • ઇ-વાહન ખરીદવા રૂ.દોઢ લાખ સુધીની વ્યાજ સહાય
  • દેશમાં 400 કરોડથી ઓછી આવક ધરાવતી કંપનીઓ કુલ કંપનીઓના 99.3% એટલેકે હવે માત્ર 0.70% કંપનીઓને ચૂકવવો પડશે 30% ટેક્સ.
  • એર ઇન્ડિયાને વેચવાની પ્રકિયા ફરી શરુ કરાશે 
  • ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ 3.3 ટકા જેટલું થઇ શકે છે..
  • નેત્રહીનો માટે રૂ.5 અને 10નાં નવા સિક્કા બનશે  
  • સીધા વેરાની વસૂલાતમાં 78 ટકાનો વધારો  
  • દેશનાં કરદાતાઓનો મોદી સરકારે આભાર માન્યો 
  • નેશનલ પેન્શન સ્કીમને PFRDAથી અલગ કરાઇ
  • વિદેશી દેવું વધારવાની યોજના : વિદેશી દેવાનો જીડીપી સાથેનો રેશિયો 5%થી ઓછો છે
  • 20 રૂપિયાની મૂલ્યના નવા ચલણી સિક્કા બહાર પડાશે
  • મહિલા સ્વંય સહાયતા સમૂહ યોજનાને દેશનાં દરેક જિલ્લામાં શરુ કરવામાં આવશે 
  • દેશની સ્થિતિ સુધારવા વિદેશી માર્કેટમાંથી સસ્તા દરે ઋણ એકત્ર કરવાની યોજના બનાવી
  • મહાત્મા ગાંધીનાં મૂલ્યોથી યુવાઓને અવગત કરાવવા માટે ગાંધીપીડિયા તૈયાર કરાશે 
  • સરકારે બજેટમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને 1 લાખ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી.
  • અંતરિમ બજેટમાં આ લક્ષ્યાંક 80,000 કરોડ હતો
  • બેંકોનાં NPAમાં રૂ.1 લાખ કરોડનો ઘટાડો  
  • પીએસયુ કંપનીઓમાં સરકારનું શેરહોલ્ડિંગ 51 ટકાની નીચે લઇ જવાશે
  • સરકારી બેન્કોની સંખ્યા ઘટાડીને 8 કરાશે
  • મૂળભૂત સુવિધાઓનાં વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતાં 5 વર્ષમાં રૂ.100 લાખ કરોડનું રોકાણ કરશે 
  • NBFCને પણ બૂસ્ટર ડોઝ : બેંકો અને MFને સહકાર આપવા સરકારનો હાંકલ
  • PSU બેંકોને મજબૂત NBFCને સપોર્ટ આપવા છ માસની ક્રેડિટ ગેરન્ટી આપવાની છુટ મળી આપી.
  • NBFC સેક્ટરની સ્થિતિ સુધારવા હવે તેનું સંચાલન નેશનલ હાઉસિંગ બોર્ડ નહિ પરંતુ, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરશે
  • ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત કરાશે  
  • બેંકોમાં સરકાર ઠાલવશે 70,000 કરોડ : બજેટમાં મોદી સરકારે સરકારી બેંકોને મજબૂત બનાવવા 70,000 કરોડ આપવાની જાહેરાત કરી
  • 2019-20માં ચાર નવા દૂતાવાસ શરુ કરાશે 
  • બેન્કોએ IBC હેઠળ રૂ.4 લાખ કરોડની રિકવરી કરી
  • બેન્કોની એનપીએમાં 1 લાખ કરોડનો ઘટાડો
  • પારંપરિક ઉત્પાદનો અને કારીગરોને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવા માટે મિશન શરુ કરાશે
  • જનધન અકાઉન્ટ ધારક મહિલાઓને 5000 રૂપિયા સુધી ઓવરડ્રાફટની છૂટ આપશે સરકાર
  • NRIને ભારત આવશે ત્યારે તાત્કાલિક મળશે આધાર કાર્ડ
  • મુદ્રા યોજના હેઠળ મહિલાઓને ધિરાણ માટે રૂ.1 લાખ કરોડ ફાળવ્યા 
  • મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપને વ્યાજમાં છૂટછાટ
  • મહિલાઓને મળશે રૂ.5000ની વ્યાજ સબસિડી
  • ઉજ્જવલા સ્કીમે ભારતને ઉજ્જવળ બનાવ્યું :
  • આ સ્કીમ હેઠળ 35 કરોડ બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી જનતાના 18,341 કરોડની બચત થઈ છે.
  • મહિલા સશક્તિકરણ માટે કમિટી બનશે, નારી તુ નારાયણને પ્રોત્સાહનઃ સિતારમન્, મહિલાઓની ભાગીદારી અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ  
  • સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ હવે મહિલાઓ, અનુસુચિત જાતિ, જનજાતિને પણ મળશે બહોળો લાભ
  • નવી શિક્ષણ નીતિ રજૂ થશે, ભારતીય ઊચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના કરાશે, રમત-ગમતના વિકાસ માટે નવા વિભાગની રચના કરાશે
  • સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમને 2025 સુધી લંબાવાની જાહેરાત કરી
  • ખેલો ભારત યોજનાને આગળ વધારવામાં આવશે 
  • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રૂ.400 કરોડની મદદ કરશે કેન્દ્ર સરકાર 
  • સ્ટાર્ટઅપ્સ માટે નવા ટીવી પ્રોગ્રામ-ચેનલ શરૂ કરાશે, સ્ટાર્ટઅપ્સ માટેના ટેક્સ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે
  • વિદેશી વિધાર્થીઓ માટે સ્ટડી ઈન ઇન્ડિયા પ્રોગ્રામ : સિતારામન
  • શ્રમ કાયદામાં ફેરફારની વાત ફરી બજેટમાં : ગત વર્ષે જ તૈયાર થયેલ શ્રમ કાયદાના એકત્રીકરણના મુદ્દાને ફરી નિર્મલા સીતારમણે આજે બજેટમાં રજૂ કર્યો
  • નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે લેબર લોમાં મોટા ફેરફાર કરીને તેને માત્ર 4 અલગ-અલગ કોડમાં એકત્ર કર્યા છે
  • રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું નિર્માણ કરાશે 
  • ભારત બન્યું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટેનું મોટું કેન્દ્ર, વિશ્વની ટોપ-200 શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની 3 સંસ્થાઓનો સમાવેશ, વિતેલા 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે થયા નોંધપાત્ર સુધારા
  • નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાવવામાં આવશે 
  • 1,25,000 કિલોમીટરનાં રોડ નેટવર્કને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાશે 
  • નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની થશે રચના, સંશોધનોને અપાશે પ્રોત્સાહન
  • સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા સરકાર પ્રતિબદ્ધ : સિતારામન 
  • ઈસરોની મદદ અને અભિયાનોને આગળ વધારવા માટે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરાશે
  • ઝીરો બજેટ ખેતી પર ભાર મુકાશે 
  • વ્યાપાર સમાચારની વાત સાચી પડી : કહ્યું હતુ કે બજેટથી વધુ આશા ન રાખવી, શેરબજારમાં જોવા મળી અસર
  • હર ઘર જલ- 2024 સુધીમાં સૌને મળશે પીવાનું પાણીઃ સિતારમન્, જળશક્તિ મંત્રાલય થકી દરેકને પીવાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરાશે
  • માર્કેટમાં એકાએક કડાકો : જુલાઈમાં રજૂ થયેલ બજેટના દિવસે માર્કેટે આજ સુધી ક્યારેય પોઝીટીવ ક્લોઝિંગ નથી આપી પરંતુ, મોદી સરકાર આ પરંપરા પણ બદલશે તેવી સંભાવના હતી પરંતુ, બજારમાં એકાએક વેચવાલી જોવા મળી છે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશનાં તમામ પરિવારોને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે, અત્યાર સધી 26 લાખ મકાનોનું નિર્માણ પૂર્ણ 
  • એવિએશન સેક્ટર, મીડિયા, એનિમેશનમાં FDI અંગે વિચાર કરાશે
  • કૃષિ ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણ વધારવા પ્રયાસ કરાશેઃ સિતારમન્, અન્નદાતાને ઉર્જાદાતા બનાવીશું, ઝીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે, દાળના ઉત્પાદન મામલે ભારત આત્મ નિર્ભર બનશે.
  • વાંસ અને મધ ઉછેર કેન્દ્ર માટે સ્પેશ્યિલ ક્લસ્ટર બનશે
  • વીમા ક્ષેત્રમાં 100% FDI 
  • માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય પાલન ઉદ્યોગ માટે માળખાંગત સુવિધાઓમાં થશે સુધારોઃ સિતારમન્
  • વર્ષ 2022 સુધી ગામડાંનાં તમામ પરિવારને વીજળી, ગેસ કનેક્શન : સિતારામન   ight for All: 2022 સુધી દેશના દરેક ગામડાને વીજળી આપવાનો લક્ષ્યાંક
  • અંતરિક્ષ ક્ષેત્રે ભારત વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે ઉભર્યો, સેટેલાઇટ લોન્ચ ક્ષમતામાં વધારો કરાશે

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી