રોજગાર, મોંઘવારી અને ટેક્સ સહિત આ મુદ્દાઓ પર રહેશે નજર
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. નાણામંત્રી દેશના વિભિન્ન સેક્ટર્સ માટે બજેટની ફાળવણી કરશે. આ વખતનું બજેટ અન્ય બજેટ કરતા અલગ હશે કારણ કે તે અનેક પડકારો વચ્ચે રજુ થવા જઈ રહ્યું છે. શુક્રવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું જે મુજબ 2021-22માં દેશની આર્થિક પ્રગતિની ઝડપ 11 ટકા રહેવાની આશા છે.
નાણાકીય વર્ષ 2020-21 ના નાણાકીય વર્ષના બજેટ ભાષણમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બજેટનું 67,112 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તેમા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને પરિવર કલ્યાણ યોજનાઓમાં અનુક્રમે 6૦20 અને 6૦૦ કરોડ રૂપિયા શામેલ થયા હતા. કોરોના રસીકરણને કારણે આ વર્ષે મંત્રાલયનું બજેટ વધવાની સંભાવના છે.
કોરોના કાળમાં બેરોજગારી, વાયરસ, વેક્સિન, ચીન, ખેડૂત આંદોલન, મોંઘવારી, કૃષિ કાયદા વિવાદ સહિત અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. એવામાં ગૃહિણીઓથી લઈને ખેડૂતને પણ આ બજેટથી અનેક આશાઓ છે. એલપીજી ગેસ, મોંઘવારી અને ટેક્સ સ્લેબને લઈને નોકરિયાતોને અનેક નવા અવસર મળે તેવી પણ બજેટથી આશા રાખવામાં આવી રહી છે. આ સૌ પર સરકાર કેટલી સફળ રહે છે તે નાણામંત્રીના બજેટ ભાષણ પરથી ખ્યાલ આવશે.
64 , 1