Budget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ!

આગામી બજેટમાં ધનકુબર્સ અને ધનિક લોકોને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી આવતા 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. આ સમયના બજેટ પર કોરોનાની અસર પડશે. ટેક્સ મહેસૂલમાં થયા ઘટાડો, રોકાણમાં સમસ્યા અને કોરોના રસીકરણના ભાર જેવા પરિસ્થિતિયોને કારણે મહેસૂલ વધારવા માટે શ્રીમંત લોકો પર કોવિડ-19 ઇધિભાર લગાવાની તૈયારી કેન્દ્ર સરકારે કરી છે.

કેન્દ્ર સરકાર તરફથી જલ્દીથી સાર્વજનિક સ્તર પર કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. પાછલા વર્ષ દરમિયાન, કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, રસીકરણના ખર્ચની ભરપાઇ કરવા માટે સરકાર દ્વારા વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યા છે.

મીડિયા રીપોર્ટ મુજબ, ખૂબ જ ધનિક લોકોની આવક પર કોવિડ-19 અધિભાર (Covid-19 Cess) અથવા સરચાર્જ કરવા માટે વરિષ્ઠ સ્તર પર ચર્ચાઓ ચાલી રહી છે, જેને અંતિમ જાહેરાત બજેટમાં થશે. કોરોનાને નિયંણના માટે સરકારી તિજોરી પર વધારાનો ભાર પડ્યો છે. આને કારણે કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ નાજુક બની છે. તેથી, આવક વધારવા માટે સરકાર દ્વારા અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યા છે.

કોવિડ-19 સરચાર્જ લાદવાની કેન્દ્ર સરકારે દરખાસ્ત તૈયાર કરી છે. જે વધારે આવક જૂથના કરદાતાઓ પર વસૂલવામાં આવશે. આ સિવાય સરકાર પરોક્ષ ટેક્સ પણ વધારવાની સરકારની તૈયારી કરી રહી છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલ પર પણ વધારાનો ટેક્સ વસૂલવાની સંભાવના છે.

 29 ,  4 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર