September 25, 2022
September 25, 2022

આજથી વિધાનસભાનું સત્ર શરૂ, ધાંધલ ધમાલ થવાની શક્યતાઓ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ૨ જૂલાઈથી વિધાનસભાના ચોમાસું સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ દિવસે નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ 2019-20ના 8 મહિના માટેનું બજેટ રજૂ કરશે જે અંદાજે 2 લાખ કરોડ થવા જાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બજેટ સત્રની શરૂઆતમાં સવારે 11.00 થી 12.00 પ્રશ્નોતરી કાળ એક કલાકનો રહેશે. પ્રશ્નોતરી કાળ પછી પૂર્વ ધારાસભ્યો શોકાંજલિ અપાશે. પૂર્વ પ્રધાન રતિલાલ સુરેજા ,વડોદરાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાન્ત પરીખ, પાટણના પૂર્વ ધરાસભય કાંતિલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાણા, પ્રહલાદ પટેલ કાંતિભાઈ ભીલ સહિત 6 પૂર્વ ધારાસભ્યોને મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ગૃહના સભ્યો શોકાંજલિ આપશે. ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બપોરે 12.30 કલાકની આસપાસ બજેટ રજૂ કરશે.

આ વર્ષના બજેટમાં આરોગ્ય ,શિક્ષણ ,કૃષિ,રોજગારી સહિતના મુદ્દા ને ધ્યાનમાં લેવાશે. સરકાર 8 જેટલા વિધેયક લાવી હાલના કાયદાઓમાં સુધારો કરશે. સાથે જ લોકસભામાં મળેલી 302 સીટ અને ગુજરાતમાં ફરી 26 સીટો જીતવામાં સફળતા માટે નરેન્દ્ર મોદી સરકાર માટે અભિનંદન પ્રસ્તાવ રજૂ થશે.

વિધાનસભામાં વિરોધપક્ષો દ્વારા કાયદો વ્યવસ્થા, તાજેતરમાં વડોદરા નજીક 7 સફાઈ કર્મીઓના મોત, ખેડૂતોના પ્રશ્નો, દલિતો પર અત્યાચાર તથા અન્ય પ્રાસંગિક ઘટનાઓને લઈને વિરોધ પક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ શકે તેમ છે. વિધાનસભામાં ધાંધલ ધમાલ સુત્રોચ્ચાર વગેર થવાની પણ શક્યતાઓ નકારી શકાય નથી એમ રાજકીય સુત્રોએ જણાવ્યું હતું.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી