સ્ટીલ-સિમેન્ટના ભાવ વધારા સામે બિલ્ડરોની હડતાળ, 22 હજારથી વધુ સાઇટ ઠપ

સિમેન્ટ, ડામર, સ્ટીલના ભાવવધારા સામે બિલ્ડરોનો વિરોધ

સ્ટીલ, સિમેંટના કૃત્રિમ ભાવવધારાથી ત્રસ્ત બિલ્ડરોની આજે એક દિવસીય હડતાળ ઉતર્યા છે.  હડતાળના પગલે રાજ્યમાં 22 હજારથી વધુ કંસ્ટ્રકશન સાઈટ ઠપ થઇ છે. પ્રતિકાત્મક હડતાળ પાડી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે.સિમેન્ટ, ડામર, સ્ટીલ, ડિઝલ સહિતની બાંધકામને લગતી સામગ્રીના ભાવમાં થયેલા અસહ્ય વધારાના કારણે લાલઘુમ થયેલા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે.

બિલ્ડરોનું કહેવું છે કે, અચાનક થયેલા ભાવવધારાથી બાંધકામ ખર્ચમાં વધારો થયો છે અને રો-મટિરિયલની ખેંચના કારણે કામની ગતિ ધીમી પડી છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને અસર થતાં બેકારીનું પ્રમાણ પણ વધશે. સિમેન્ટ અને સ્ટીલના ભાવો માટે સરકાર દ્વારા અન્ય સેક્ટરના નિયમન માટે કરેલી રેગ્યુલેટરી ઓથોરિટીની જેમ તાકીદે એક અલગ રેગ્યુલેટરીની રચના કરવી જોઈએ. જેથી સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા છાસવારે ગેરકાયદે કાર્ટેલ રચીને કરવામાં આવતા અસહ્ય ભાવ વધારા અને શોર્ટ સપ્લાયની નીતિ પર નિયંત્રણ કરી શકાય. તેમજ રાજ્યમાં બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિકાસ કામો ઝડપથી પૂરાં કરી શકાય.

ભાવ વધારો થતાં મકાનોના વેચાણ પર 15 થી 20 ટકાનો વધારો કરાશે

સ્ટીલની કંપનીઓ દ્વારા 1 ફેબ્રુઆરી બજેટના દિવસે પ્રતિ ટન દિઠ રૂ.1500નો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમજ સિમેન્ટની કંમ્પનીઓ દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે બિલ્ડરોને ના છુટકે મકાનની કિંમતમાં 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો કરવો પડે..

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર