તુર્કીમાં પ્રચંડ ભૂકંપે વિનાશ વેર્યો, અત્યાસ સુધીમાં 26 લોકોના મોત, 800થી વધુ ધાયલ

વિનાશ જોતા મૃતાંક વધે તેવી શક્યતા, પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ગઇ ઇમારતો

તુર્કીમાં ભૂકંપે ચારેકોર વિનાશ વેર્યો છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે તુર્કીમાં આવેલા ભૂકંપની તિવ્રતા 7 રિક્ટર સ્કેલની હતી. તુર્કીમાં અનેક બહુમાળી ઈમારતો જમીન દોસ્ત બની હતી. તુર્કી ઉપરાંત ગ્રીસમાં 6.5ની જ તીવ્રતાનો ભૂકંપ અનુંભવાયો હતો. સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે.

દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. તાજો આંકડો સામે આવ્યો છે, જેમાં અત્યારસુધીમાં 26 લોકોના મોત થયા છે. જ્યારે 800 લોકો ઘાયલ થયા છે.

તુર્કીના ડીઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે માત્ર બારાકલી જિલ્લામાં અનેક બિલ્ડિંગ પડી ગઈ છે. લોકલ મીડિયામાં ચાલી રહેલા અનેક વીડિયોમાં પત્તાના મહેલની જેમ ઈમારત ધ્વસ્ત થતા દેખાડવામાં આવી છે. અનેક એપાર્ટમેન્ટની દીવાલોમાં પણ મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે.

તુર્કીના ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર એજિયન સાગરમાં 16.5 કિલોમીટર નીચે હતું. યૂરોપીય- મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે, શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વીપમાં હતું. સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યું છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો કે આંચકા ગ્રીસની રાજધાની એથેન્સ સુધી અનુભવાયા છે. તુર્કીમાં ભૂકંપના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

તુર્કીમાં આવેલા 7ની તીવ્રતાના ભૂકંપે ચારેકોર ભારે તારાજી વેરી છે. અનેક ઈમારતો પત્તાના મહેલની માફક પડી ભાંગી હતી. ઈમારતો પડવાથી ચારેકોર ધૂળના અને ધૂમાડાના ગોટે ગોટા ઉડી રહ્યાં છે. અનેક વાહનો અને અસંખ્ય લોકોની વખરીનો ખુરદો બોલી ગયો છે. ચારેકોર નાસભાગ મચી જવા પામી છે. વિનાશ જોતા મૃતાંક વધે તેવી શક્યતા છે. તેવી જ રીતે વિનાશક સુનામી આવે તેવી પણ શક્યતા વ્યક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર