SBIમાં ઓફિસર પદ પર બમ્પર ભરતી

ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો જલ્દી કરો અપ્લાય..

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) એ પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી માટે નોટિફિકેશન જારી કરી દીધું છે. અરજીની પ્રક્રિયા આજથી એટલે કે 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 25 ઓક્ટોબર સુધી જારી રહેશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર વિઝિટ કરી જારી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે છે અને પોતાની અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનના માધ્યમથી પ્રોબેશનરી ઓફિસરના કુલ 2056 ખાલી પદો ભરવામાં આવશે.

SBI PO ભરતી માટે પ્રીલિમ્સ એક્ઝામ નવેમ્બર/ડિસેમ્બરમાં આયોજિત કરવામાં આવશે જેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. કુલ 2,056 સીટોમાંથી 200 સીટો EWS કેટેગરીના ઉમેદવારો માટે આરક્ષિત છે. ઓફિસર પદો પર નોકરી મેળવવા માટે ઉમેદવારોને પ્રીલિમ્સ, મેન, ઇન્ટરવ્યુ રાઉન્ડ અને પ્રી-એક્ઝામ ટ્રેનિંગ પણ ક્લિયર કરવી પડશે. સિલેક્શન પ્રોસેસની પૂરી જાણકારી જારી નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

અરજી કરવા માટે કેંડિડેટ પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે. જે કેંડિડેટ પોતાના ગ્રેજ્યુએટ કોર્સના ફાઇનલ યર અથવા સેમેસ્ટમાં છે, તે પણ આ શરતના આધિન અરજી કરી શકે છે, જો તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે, તો તેમણે 31 ડિસેમ્બર 2021એ અથવા તો તેની પહેલા સ્નાતક પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણ રજૂ કરવુ પડશે. અરજી માટે વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષ આયોજિત કરવામાં આવી છે જેમાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવી છે.

 73 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી