September 26, 2022
September 26, 2022

આતંકી બુરહાન વાનીની વરસી પર થઇ શકે છે સેના પર હુમલો, ગુપ્તચર એજન્સીઓની આશંકા

આતંકવાદીઓ એકવાર ફરી કાશ્મીરના પુલવામામાં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે આતંકીઓ પુલવામામાં હાઈવે પર એકવાર ફરી સેના નિશાન બનાવી હુમલો કરવાની ફિરાકમાં છે. જેના પગલે ગુપ્ત એજન્સીઓએ ઘાટીમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 14 ફ્રેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થયા હતા.

રિપોર્ટ પ્રમાણે આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાની આતંકીઓ પુલવામા અને તેની આસપાસ સુરક્ષા દળોને નિશાન બનાવવાના ફિરાકમાં છે. આતંકી આઈઈડી અને સ્નાઇપર દ્વારા હુમલો કરી શકે છે અને સુરક્ષા દળોએ 6 થી 8 પાકિસ્તાની આતંકીઓના પ્લાનને ઇન્ટરસેપ્ટ કર્યો છે. આ ટીમમાં એક સ્નાઇપર પણ હોવાની જાણકારી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી