શોપિયામાં બુરહાન વાનીનો કઝીન ઠાર

સેનાએ પાંચ આતંકીઓનો બોલાવ્યો ખાત્મો, સર્ચ ઓપરેશન જારી

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 5 આતંકીઓનો ખાતમો કર્યો. આ સાથે ટોપ કમાન્ડરને ઠાર મારવામાં આવ્યો છે. બુરહાન વાનીનો કઝીનને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આતંકીઓ તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. જેનો સુરક્ષાદળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ અંસાર ગજવાતુલ હિન્દના ચીફ ઈમ્તિયાઝ અહેમદને ઘેરી રાખ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે બાબા મોહલ્લામાં આતંકીઓ હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ અને અત્યાર સુધીમાં 5 આતંકીઓ માર્યા ગયા છે.

વાતચીત માટે ઈમામ મોકલ્યો

આતંકીઓ એક મસ્જિદમાં છૂપાયેલા છે. સુરક્ષાદળોએ એક આતંકીના ભાઈ અને સ્થાનિક ઈમામને મસ્જિદમાં મોકલ્યો છે. જેથી કરીને આતંકીઓને આત્મ સમર્પણ માટે તૈયાર કરાવી શકાય. પોલીસના જણાવ્યાં મુજબ પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે મસ્જિદને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. આ માટે ઈમામ સાહેબને આતંકીઓ સાથે વાતચીત કરવા માટે મોકલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિગ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ ગઈ.

પોલીસ સૂત્રોએ અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ  કરી છે. જો કે હજુ પણ આતંકીઓની ઓળખ ઉજાગર થઈ નથી. કહેવાય છે કે અંસાર અજવાતુલ હિન્દના ચીફ ઈમ્તિયાઝ અહેમદને સુરક્ષાદળોએ ઘેર્યો છે અને બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે ઓપરેશન ચાલુ છે અને થોડા સમય બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. 

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર