J&K: કિશ્તવાડામાં બસ ખીણમાં ખાબકી; 33ના મોત, અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડા જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. અને 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ કોઈની પણ ઓળખ થઈ શકી નથી.

પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કેશવાનથી કિશ્તવાડા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર