રાજપાલે મેનેજમેન્ટ નિષ્ણાંત ભાવેશ ઉપાધ્યાયના ‘બીઝનેસ મંત્ર’ પુસ્તકનું કર્યું વિમોચન

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ તાજેતરમાં મેનેજમેન્ટ નિષ્ણાંત શ્રી ભાવેશ ઉપાધ્યાયના મેનેજમેન્ટ વિષયક ‘બિઝનેસ મંત્ર ‘ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકનું વિમોચન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ આજે દૈનિક જીવનનો હિસ્સો બન્યું છે. આજે જીવનનો કોઈ પણ હિસ્સો મેનેજમેન્ટ વિના અધૂરો છે. મેનેજમેન્ટ ના સફળ અમલીકરણના પગલે વ્યક્તિથી સમષ્ટિ સુધી સર્વત્ર તેના સફળ પરિણામો મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકના લેખક શ્રી ભાવેશ ઉપાધ્યાય એક મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાંત પ્રોફેશનલ છે. તેઓ અગાઉ ઈન્ટાસ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, શેલ્બી હોસ્પિટલ જેવી અનેક નામાંકિત સંસ્થાઓમાં સિનિયર પોઝિશન પર રહી ચૂક્યા છે.

આ ઉપરાંત તેમણે મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત લોકો માટે અત્યંત ઉપયોગી થાય તેવા સક્સેસ મંત્ર, લીડરશીપ મંત્ર, મેનેજમેન્ટ મંત્ર અને બિઝનેસ મેનેજમેન્ટ એમ 4 પુસ્તકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત કર્યા છે. વિવિધ કંપનીઓમાં કાર્યરત તેમજ કમ્યુનિકેશન ક્ષેત્રના નિષ્ણાંતોની માંગના પગલે અંગ્રેજી પુસ્તક ‘બિઝનેસ મેનેજમેન્ટ’ પ્રકાશિત કર્યું છે.

આ વિમોચન વેળાએ આર.આર.શેઠ પબ્લીકેશનના શ્રી ચિરાગ શેઠ અને રત્નરાજ શેઠ તથા શ્રી ઉપાધ્યાયના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 41 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી