શેરબજારમાં જોરદાર તેજી, જાણો કેટલા પોઈન્ટનો આવ્યો ઉછાળો

શેરબજારમાં આજે માર્કેટ ખુલતાની સાથે તેજી જોવા મળી રહી છે. 

બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +374.55 પોઇન્ટ વધીને 39,420.89 ની આસપાસની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. તો બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +110.30 પોઈન્ટના ઉછાળા સાથે 11,801.80 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઓપનિંગ ટ્રેડિંગમાં 14 પૈસાની મજબૂતી જોવા મળી છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.56 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.70 પર બંધ રહ્યો હતો.

 12 ,  1