શેરબજારમાં નિરાશા, સેન્સેક્સ 353 અને નિફ્ટી 87 પોઇન્ટ ડાઉન

શેરબજારમાં દિવસના અંતે પણ નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 38,862.23 પર અને નિફ્ટી 11,665.65 પર માર્કેટ બંધ થયું છે.

આજે શેરબજારમાં ખુલતાની સાથે માર્કેટ પછડાયું હતુ. જેમાં સેન્સેક્સ −44.86 અંક એટલે કે 0.12 ટકા ઘટીને 38,894.36 પર અને નિફ્ટી −6.45 અંક એટલે કે 0.55 ટકા ઘટીને 11,665.50 પર માર્કેટ ટ્રેડ કરી રહ્યું હતુ.

ઉલ્લેખનિય છે કે આજે સવારે સેન્સેક્સમાં જે શેરમાં વેચવાલી થઇ રહી હતી, તેમાં વધારે ઘટાડા પર ટીસીએસ 0.96%, હીરો મોટોકોર્પ 0.90%, મારુતિ 0.78%, એચડીએફસી 0.70% અને એચડીએફસી બેંક 0.60% માં જોવા મળ્યો હતો.

બીજી તરફ, નિફ્ટી પર સૌથી વધુ ટૂટનારા શેરમાં હિન્ડાલ્કો 2.26%, આઇશર મોટર્સ 1.22%, અદાણી પોર્ટ 1.22%, હિરો મોટોકોર્પ 1.06% અને ટીસીએસ 0.97% વગેરે ખરાબ દેખાવમાં હતા.

 34 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર