સેન્સેક્સ 38,877 અને નિફ્ટી 11,643 પર બંધ, 9 પૈસા મજબૂત થયો રૂપિયો

આજે દિવસના અંતે શેરબજારમાં મંદી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 179.53 અંક એટલે કે 0.46 ટકા ઘટીને 38,877.12 પર અને નિફ્ટી 69.25 અંક એટલે કે 0.59 ટકા ઘટીને 11,643.95 પર શેરબજાર બંધ થયું છે. જ્યારે શેરબજારમાં આજે સવારે ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 159.11 અંક એટલે કે 0.41 ટકા વધીને 39,215.76 પર અને નિફ્ટી 35.20 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,748.40 પર રહ્યો હતો

ઓટો, બેન્કિંગ અને મેટલ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ પર ટાટા મોટર્સનો શેર 2 ટકા ચઢ્યો. તેમાં તેજીનો સતત ત્રીજો દિવસ છે. છેલ્લા 2 દિવસમાં તે 16 ટકા ચઢ્યો હતો. તો બીજી તરફ ડોલરની સરખામણીમાં રૂપિયો આજ 9 પૈસા વધારાની સાથે 68.65 પર આવી ગયો છે. મંગળવારે 40 પૈસા મજબૂત થઈને 68.74 પર બંધ થયો હતો.

આપને જણાવી જઇએ, 2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર વધારા સાથે જોવા મળ્યો હતો. પણ આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો થયો છે.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી