પેટાચૂંટણી પરિણામ: મુખ્યમંત્રી મમતા બેનર્જી 31 હજાર મતથી આગળ

TMC કાર્યકરોઓમાં ખુશીનો માહોલ, દીદીને હાશકારો…

પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલથી આગળ ચાલી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ પેટાચૂંટણીના પરિણામોમાં મતગણતરીના આઠમા રાઉન્ડની મતગણતરી બાદ મમતા બેનર્જીના મતની કુલ સંખ્યા 34721 થઈ ગઈ છે. જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરેવાલને અત્યાર સુધી 7219 મત મળ્યા છે. આ રીતે મમતા બેનર્જી લગભગ 27000 મતોથી આગળ છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ આગળ ચાલી રહ્યું છે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીને તો બહુમત મળ્યું પરંતુ મમતા બેનર્જી પોતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જે બાદ રાજ્યમાં પેટાચૂંટણી કરવામાં આવી છે ત્યારે આજે મમતા બેનર્જીનું કરિયર દાવ પર છે. આજે પેટાચૂંટણીનાં પરિણામોમાં જો મમતા બેનર્જી ચૂંટણી જીતી શકતા નથી તો બંધારણીય રૂપે તેમણે રાજીનામું આપવું પડશે.

આજે મમતા બેનર્જીની ખુરશી પર આવશે ફેંસલો
આજે બંગાળનીઆ ભવાનીપુર, મુરશીદાબાદ અને જંગીપૂર એમ ત્રણ બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવશે જેમા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં હતા. સવારે આઠ વાગે જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી