2021ના અંત સુધીમાં સેન્સેક્સ 61 હજારની સપાટીએ પહોંચશે, મોર્ગન સ્ટેનલીએ વ્યક્ત કરી સંભાવના

અમેરિકન ડોલર ઘટે તો વિદેશી રોકાણમાં વધારો થાય તો ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળે

ધાર્યા કરતાં વધારે સારા બજેટ બાદ શેરબજારમાં જોવા મળી રહેલી તેજી વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ 2021ના અંત સુધીમાં સેન્સેક્સ 61 હજાર પોઈન્ટ્સની સપાટી સુધી પહોંચી જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું છે કે જો હાલની તેજી જળવાઈ રહી તો સેન્સેક્સ 61 હજારના લેવલે પહોંચી શકે.

જોકે, મોર્ગન સ્ટેનલીએ આ વર્ષ માટેના તેના ટાર્ગેટને 50 હજારથી વધારીને 55 હજાર જ કર્યો છે. તેનું માનવું છે કે, જો કોર્પોરેટ અર્નિંગ્સ આવતા વર્ષે 37 ટકાના દરે વધે અને અમેરિકન ડોલર ઘટે તો વિદેશી રોકાણમાં વધારો થશે, અને આ સ્થિતિમાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળશે.

પોતાની એક નોંધમાં મોર્ગન સ્ટેનલી જણાવે છે કે કોઈ નવો ઈન્કમ ટેક્સ જાહેર ના કરાતા માર્કેટમાં એક નવું સેન્ટિમેન્ટ ઉભું થયું છે. આ ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો વધારીને વિકાસ દરને વધારવા તેમજ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા મૂડી ઉભી કરવાના, બે સરકારી બેંકોનું અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવાના નિર્ણયથી બજારમાં તેજી જોવા મળશે.

મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે કે, ભારતીય શેરબજારમાં વૈશ્વિક બજારોની માફક તેજીનો રસ્તો તૈયાર કરવાનો બજેટમાં પાયો નાખવામાં આવ્યો છે. તેણે સાયકલિનિકલ સેક્ટર્સ, વ્યાજના દર અને સેન્સિટિવ સેક્ટર્સ તેમજ મિડકેપ્સનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે.

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે 01 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું ત્યારે જ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, અને સેન્સેક્સ 2300 પોઈન્ટ્સ જેટલો ઉછળ્યો હતો. આ તેજી આજે પણ જળવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બજેટની અગાઉના સપ્તાહમાં 50 હજારની ઐતિહાસિક સપાટીને વટાવ્યા બાદ સેન્સેક્સ જોરદાર ધોવાયો હતો. સરકારે અર્થતંત્રમાં મૂડીનો પ્રવાહ વધારવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે, અને હેલ્થકેરમાં પણ જંગી ખર્ચ કરવામાં આવશે.

મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે બજેટમાં જે જાહેરાતો કરાઈ છે તેના પર જો યોગ્ય રીતે અમલ થયો તો તેનાથી દેશની જીડીપીમાં કોર્પોરેટ્સના નફાનો હિસ્સો વધશે.

સેન્સેક્સે 50,200 અંકની સપાટી વટાવી

સેન્સેક્સ સવારે 50231.06 પર ખુલ્યો હતો. આ ઈન્ડેક્સનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે. આ પહેલા 21 જાન્યુઆરીએ ઈન્ડેક્સ પ્રથમ વખત 50184 પર પહોંચ્યો હતો. સવારે 9.46 કલાકે સેન્સેક્સ 158 અંક વધી 49955 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 51 અંક વધી 14699 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.36 ટકા વધી 1027.30 પર કારોબાર કરી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 3.95 વધી 4661.30 પર કારોબાર કરી રહ્યો છે. જોેકે મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.74 ટકા ઘટી 7522.35 પર કારોબાર કરી રહ્યો છે. કોટક મહિન્દ્રા 1.59 ટકા ઘટી 1833.90 પર કારોબાર કરી રહ્યો છે.

લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને 197.80 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે મંગળવારે 196.60 લાખ કરોડ રૂપિયા હતી. એક્સચેન્જ પર 2194 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે. 1409 શેરમાં વધારો અને 681માં ઘટાડો છે. તેમાં સૌથી વધુ ફાર્મા અને IT શેરમાં વધારો છે. NSE પર નિફ્ટી ફાર્મા

 52 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર