અમદાવાદથી હિંમતનગર પહોંચો ત્યાં સુધીમાં અદાણી કમાઈ છે દર કલાકે અધધ.. 26 કરોડ

ભારતના અર્થતંત્રમાં બે ગુજરાતીઓનો ડંકો, જોકે, અંબાણી અદાણીની પાછળ

અંબાણી -અદાણી બનશે ગ્રીન એનર્જીના સ્ત્રોત

અંબાણી અને અદાણી વચ્ચેની બિઝનેસની લડાઈ માત્ર ગ્રીન એનર્જી સુધી સીમિત નથી. અંબાણી દેશના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને ગૌતમ અદાણી તેની પાછળ પુરપાટ દોડી રહ્યા છે. એક તબક્કે બન્ને વચ્ચે માત્ર સામાન્ય અંતર જ રહ્યું હતું. શક્ય છે કે આગામી વર્ષે અદાણી પ્રથમ કમરે હોય!. બન્ને વચ્ચેની સ્પર્ધામાં હવે પેટ્રોકેમીકલ્સ, ઓપ્ટીકલ ફાઈબર, ડેટા સેન્ટર, ડ્રોન ઉત્પાદન જેવી ચીજો પણ જોડાઈ ગઈ છે એટલે એકબીજાના વ્યવસાયથી દૂર રહેલા દિગ્ગજ હવે સ્પર્ધામાં આવ્યા છે.

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉન, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ અને કેટલાક ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયંત્રણના કારણે આથક પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગી હતી. આ રીતે જોવા જઈએ તો દેશના અર્થતંત્રમાં વર્ષ 2020માં 85 વ્યક્તિઓ પાસે 17.34 ટકા હિસ્સો હતો જયરે 2021માં તેમની સંપત્તિનો હિસ્સો વધી 27.6 ટકા થઇ ગયો છે.

કેલેન્ડર વર્ષ 2020માં મુકેશ અંબાણીની સંપત્તિમાં 18.4 અબજ ડોલરનો વધારો થયો હતો. ડોલર રૂપિયાના વર્તમાન બજાર ભાવે આ વૃદ્ધિ દૈનિક રૂ.380 કરોડની થવા જાય છે. દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2019ના અંતે 20 અબજ ડોલરની હતી.

સતત બે વર્ષથી તેમની સંપત્તિમાં અન્ય વ્યક્તિઓ કરતા વધારે તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. બે વર્ષમાં દૈનિક રૂ.640 કરોડની વૃદ્ધિ સતત બે વર્ષથી ગુજરાત સ્થિત ઉદ્યોગ સાહસિકની સંપત્તિમાં જોવા મળી રહી છે. 

અબજોપતિનોની આ યાદીમાં મોટાભાગના વ્યક્તિઓ કૌટુંબિક બિઝનેસ સાહસિકો છે પણ આ વર્ષે તેમાં પ્રથમ પેઢીના સાહસિકો અને સ્ટાર્ટઅપના ફાઉન્ડર પણ જોવા મળી રહ્યા છે. નાયકા કે એફએસએન ઈ કોમર્શના પ્રમોટર ફાલ્ગુની નાયર પાસે લગભગ સાત અબજ ડોલરની સંપત્તિ છે અને હવે તે દેશના ટોચના ધનિકોની યાદીમાં 23માં ક્રમે છે.

મેકોટેક ડેવલપરના ફાઉન્ડર અભિષેક લોધા 6.73 અબજ ડોલરની સંપત્તિ સાથે, પેટીએમના વિજય શેખર શર્મા 1.04 અબજ ડોલર અને ક્લીન સાયન્સના એ. આર. બોબો 2.71 અબજ ડોલર સાથે હવે અબજોપતિની યાદીમાં આવી ગયા છે.

અંબાણી, અદાણી, ટાટા, ઝી જૂથ છવાયેલા રહ્યા

કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટો ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સંવર્ધનની વાત છે. ગ્રીન એનર્જી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં નવી દિશા લઇને આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ રૂ.૭૫,૦૦૦ કરોડના મૂડીરોકાણ સાથે ત્રણ ગીગા ફેક્ટરી સ્થાપી દેશમાં સૌથી સસ્તો ગ્રીન હાઈડ્રોજન બનાવવાની જાહેરાત કરી હતી. સોલાર વીજ ઉત્પાદન ક્ષેત્રે અગાઉથી કાર્યરત ગૌતમ અદાણીએ સામે પોતાનું રૂ.૧,૧૫,૦૦૦ કરોડનું રોકાણ જાહેર કર્યું છે. તે સોલાર વીજ ઉત્પાદન, સોલાર વીજ ઉત્પાદન માટેની પેનલ અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે આવી રહ્યા છે અને સીધી અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરવાના છે. બીજી તરફ, દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ અને વાહન ઉત્પાદક ટાટાએ ઇલેક્ટ્રિક કારમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. કંપની હજુ વધારે રોકાણ કરી નવી ટેકોનોલોજી લાવવના છે. આ ઉપરાંત, અનેક કંપનીઓ, સ્ટાર્ટઅપ વીજળીથી ચાલતા વાહનો બનવવાની જાહેરાત કરી ચુક્યા છે.

ટેક ઉદ્યોગસાહસિકોમાં, વિપ્રોના અઝીમ પ્રેમજી, એચસીએલ ટેકના શિવ નાદર અને ઈન્ફોસિસના સ્થાપકોની સંપત્તિમાં પણ આ વર્ષે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આઈટી કંપનીઓના શેરમાં વધારો થવાથી તેમને ફાયદો થયો છે. એવન્યુ સુપરમાર્ટના આરકે દામાણી, જેઓ $30.1 બિલિયનની નેટવર્થ સાથે દેશના ચોથા સૌથી ધનાઢ્ય પ્રમોટર છે, તેઓ પણ સંપત્તિમાં વધારો કરનાર ટોચના ઉદ્યોગ સાહસિકોમાં સામેલ છે. ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ 18.4 અબજ ડોલર હતી. બજાજ ગ્રુપના રાહુલ બજાજની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

મેકોટેક ડેવલપરના ફાઉન્ડર અભિષેક લોધા 6.73 અબજ ડોલરની સંપત્તિ સાથે, પેટીએમના વિજય શેખર શર્મા 1.04 અબજ ડોલર અને ક્લીન સાયન્સના એ. આર. બોબો 2.71 અબજ ડોલર સાથે હવે અબજોપતિની યાદીમાં આવી ગયા છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી