બાયડ : પૂજાપુર ગામે કિશોરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ

કિશોરની બોથડ પદાર્થ મારી હત્યા કરાયાની આશંકા

બાયડના પૂજાપુર ગામે કિશોરની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. સોલંકી સચિનભાઈ પ્રવીણભાઈની ઘર પાછળથી લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દીકરાની હત્યાને પગલે પરિવારના આંક્રદતી ગમગમની ફેલાઇ ગઈ હતી. 

૧૪ વર્ષના કિશોરની બોથડ પદાર્થ મારી હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોત અંગે અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી